ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં ત્રણ ગણો વધારો કરવા શાળા સંચાલક મંડળની રજૂઆત
અમદાવાદ, ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં જંગી વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવે તેવી રજૂઆત સંચાલક મંડળ દ્વારા શિક્ષણંમત્રી સમક્ષ કરવામાં આવી છે.
હાલમાં ધોરણ-૯માં રૂ. ૬૦ માસિક ફીની મંજૂરી છે, તેની સામે સંચાલક મંડળ દ્વારા રૂ. ૨૫૦ માસિક ફી વસૂલવા માગણી કરવામાં આવી છે. આ જ રીતે પ્રયોગશાળા માટેની ફીમાં પણ પાંચ ગણો વધારો માગવામાં આવ્યો છે. ફી વિકલ્પ ઉપરાંત નિભાવ ગ્રાન્ટમાં પણ વધારો કરવા માગણી કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાઓની નિભાવ ગ્રાન્ટ અને પગાર ગ્રાન્ટ આપવાની યોજના અમલમાં આપી અને આ યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રતિ માસ તેમના બેંક ખાતામાં સીધા પગાર યોજના હેઠળ પગાર જમા કરાવવાની શરૂઆત થઈ હતી.
ઉપરાંત શાળા સંચાલકોને શાળાના નિભાવ માટે નિભાવ ગ્રાન્ટ આપવાની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકારે નિભાવ ગ્રાન્ટમાંથી પોતાનો ફાળો ઓછો કરવા માટે નિભાવ ગ્રાન્ટની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને નિભાવ ગ્રાન્ટ જતી કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને શાળાની નિભાવ કરવાની યોજના અમલમાં મૂકી હતી.SS1MS