પાલ ગામની શાળાનાં વિદ્યાર્થીઓને તિથિભોજન અપાયું
સુરત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક ૩૧૯ માં આજરોજ શાળાના ૩૬૦ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર શાળા પરિવારને ગુજરાત પ્રદેશ રાજ્ય સમાજ મહિલા ઇકાઈના શ્રીમતી બેલાબેન અગ્રવાલ દ્વારા બુંદીના લાડુ,પૂરી-શાક,તીખી સેવ અને કેળાના ફળનો તિથિભોજન તરીકે ઉપહાર આપવામાં આવ્યો હતો.
શ્રી મોનાબેન ભાઈદાસવાલાના પ્રયાસથી અને અંગુલી નિર્દેશથી શાળાના બાળકોને આ તિથિભોજનનો લાભ મળ્યો જેમાં સમતોલ આહાર મળે અને સાથે મિષ્ટાન પણ હોય એવું સરસ મજાનું, વિદ્યાર્થીઓને જમવું ગમે એવું મેનુ પીરસાયું હતું. દરેક વિદ્યાર્થીને ભોજન બાદ એક કેળું પણ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારે દાતા શ્રી બેલાબેન અને મોનાબેનની ટીમનો આભાર માન્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ હોશે હોશે ભોજનનો લાભ લઇ તૃપ્ત થયા હતા.