Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામની શાળાના વિદ્યાર્થીઓ આજે પણ ઝાડ નીચે બેસી ભણવા મજબુર

અનેક શાળાઓમાં ઓરડાની ઘટ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નું સૂત્ર આપવામાં આવ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા અદ્યતન આધુનિક સુવિધા વાળી કોમ્પ્યુટર લેબ સહિત ના ઓરડાઓ માટે કરોડો વપરાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારો માં હજુ પણ કેટલીક પ્રા શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા માટે ખુલ્લા માં બેસી ઝાડ નીચે બેસવું પડે છે

મેઘરજ તાલુકાના નવાઘરા -મૂડશી ગામ ની પ્રા શાળા ની આ પ્રા શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી અભ્યાસક્રમ ચાલે છે ૬ શિક્ષકો બાળકો ને ભણાવવા માટે દરરોજ આવે છે શાળા શરૂ થયે લગભગ ૧૫ વર્ષ ઉપર નો સમય થયો છે એટલે સ્વાભાવિક છે કે શાળા નું મકાન જીર્ણ થાય તો બે ઓરડા જર્જરિત અવસ્થા માં છે

જેથી ૨૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ચાર માંથી બે ઓરડા ધરાશઇ થયા જેથી ફક્ત બે જ ઓરડા બચે છે આટલી મોટી સંખ્યા બે ઓરડા માં બેસાડવી શક્ય નથી હાલ શાળા ના બાળકો ને બીજે બેસાડવા માટે કોઈ વિકલ્પ નથી

જેથી શિક્ષકો દ્વારા મજબૂરી વશ વિદ્યાર્થીઓ ને દરેક ધોરણ મુજબ અલગ અલગ ટુકડી પાડી ને ખુલ્લા માં ઝાડ નીચે બેસાડવા પડે છે ત્યારે એક તરફ ઉચ્ચ શિક્ષણ , સુવિધા સભર ની તંત્ર વાતો કરી રહ્યું છે ત્યારે આ તરફ દયનિય સ્થિતિ માં વીદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત ત્યારે ગ્રામજનો ની શાળા ના પાકા ઓરડા બને એવી માગ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.