Western Times News

Gujarati News

સ્કૂલવાન ચાલકોની હડતાલ સમેટાઈ: RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતાં. આજે બીજા દિવસે પણ હડતાળ ચાલુ હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં.

આ અંગે અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે ૩ મહિનાની મુદત માંગી છે.

આરટીઓ અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરટીઓ જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે.

સ્કૂલ વર્ધી એસોસિયેશન સાથે બેઠક બાદ આરટીઓ જે.જે.પટેલે જણાવ્યું હતું કે, બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. ૪૫ દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે.

રોજની ૨૦૦ થી ૨૫૦ ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે. વાહનો અંગેના ૨૦૧૯થી ચાલતા નિયમ જારી જ રહેશે, મંજૂરી વગરની ગાડીમાં ઘટના બને તો વાહનચાલક જવાબદાર રહેશે. સ્કૂલ વાનમાં CNG ટાંકી પર બાળકોને બેસાડવાને લઈ અત્યાર સુધી મૂંઝવણ હતી. હવે તેની પણ સ્પષ્ટતા થઈ ગઈ છે. કંપની ફિટેડ સીએનજીમાં સીએનજી કીટ પરની સીટ પર બાળકોને બેસાડી શકાશે.

જ્યારે કંપની ફિટિંગ ન હોય એવી ઝ્રદ્ગય્ કિટ પર સેફ્ટીના સાધનો અને પરવાનગી સાથે બાળકો બેસાડી શકાશે. વાહનચાલકોએ કહ્યું હતું કે,ટેક્સી પાસિંગના રૂ. ૩૦,૦૦૦નો ખર્ચ છે અને એક સ્કૂલવાન ચાલક પર ૭ વ્યક્તિઓનો જીવન નિર્વાહ ચાલે છે. છેલ્લા ૩ દિવસમાં ૨૦ સ્કૂલ વાન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે.જે દંડ અમે ભરી શકીએ તેમ નથી.

વાલીઓ પણ અમને વિનંતી કરે છે કે, સ્કૂલ વાન શરૂ કરી દેવામાં આવે. અમે પણ અમારું કામ શરૂ કરી દેવા માટે તૈયાર છીએ. પરંતુ આરટીઓ કચેરી દ્વારા કડક દંડ ફટકારવામાં આવે છે જે અમને મંજૂર નથી.અમારે જીવવું કે મરી જવું? તે સમજાતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.