સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત Tech Expo 2025નો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન (ACMA) દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત Tech Expo 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ અત્યાધુનિક ટેકનોલોજીની રસપૂર્વક જાણકારી મેળવી હતી.