કોરોનાને લીધે પુરૂષોનું સરેરાશ આયુષ્ય ઘટી ૬૭.પ અને સ્ત્રીનું ૬૯.૮ વર્ષ થયું હોવાનું વૈજ્ઞાનિક તારણ
સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બીમારીઓ હતી ઃ ગત એક દાયકામાં આયુષ્ય વધવાની સંભાવનાઓ વધી હતી પરંતુ કોરોનાના કારણે તેમાં ઘટાડો થયો
વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોવિડ-૧૯ અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં જણાવાયું છે કે કોવિડ-૧૯ના કારણે લોકોનું સરેરાશ આયુષય બે વર્ષ ઘટી ગયું છે. ગત એક દાયકામાં આયુષ્ય વધવાની સંભાવનાઓ વધી હતી પરંતુ કોરોનાના કારણે તેમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે કોરોના મહામારીને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
આ સમયગાળા દરમિયાન કોરોનાના વેરિઅન્ટ્સમાં ઘણી વખત પરિવર્તન આવ્યું છે પણ આ સંક્રમણના કારણે બીમારીઓ વધી છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે કોવિડ-૧૯ મહામારીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બીમારીઓ વધી છે. જેના કારણે લોકોના આયુષ્યમાં ઘટાડો થયો છે. કોવિડના કારણે ગ્લોબલ લાઈફ એક્સપેનટેન્સીનો રેસિયો ૧.૮ વર્ષ ઘટીને ૭૧.૪ વર્ષ પર આવી ગયો છે.
અગાઉ વર્ષ ર૦૧રમાં આ રેસિયો નોંધાયો હતો જ્યારે અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં લાઈફ એકસપેન્ટેન્સીનો રેસિયોમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે. એટલે કે કોરોના પહેલાં જે લોકો સરેરાશ જેટલું જીવવાના હતા તેમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે. રિપોર્ટ મુજબ છેલ્લીઅડધી સદીમાં બનેલી અન્ય ઘટનાઓની તુલનાએ સૌથી વધુ કોવિડના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે.
ડબ્લ્યુએચઓના નિષ્ણાંતોએ કહ્યું કે કોરોનાએ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડવા ઉપરાંત તે સમયે સર્જાયેલા સંજોગોએ પણ સમગ્ર વિશ્વમાં કુપોષણનો ભાર વધાર્યો છે. વર્ષ ર૦રરમાં પાંચ કે તેથી વધુ ઉંમરના એક અબજ લોકો સ્થૂળતાથી પીડાયા હતા જ્યારે તેનાથી વધુ લોકોનું વજન પણ ઘટી ગયુ હતું. તેમજ કુપોષણની સંખ્યામાં વધારો થયો હતો.
આ તમામ પરિસ્થિતિઓએ સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી છે અને તેના કારણે સમય પહેલાં મૃત્યુનું જોખમ પણ વધારી શકે છે. બીજી તરફ કોરોનાનો ખતરો હજુ અટકયો નથી. તાજેતરના અહેવાલો અનુસાર વાયરસમાં ફરી એકવાર મ્યુટેશન થયું છે. જેના કારણે ઘણા દેશોમાં નવા સબ-વેરિઅન્ટમાં ચેપ વધતો જોવા મળી રહ્યો છે. સિંગાપોરના અહેવાલો મુજબ અહીં માત્ર બે અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ૯૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાંતોએ તમામ લોકોને કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના જોખમોને લઈને મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરી છે. રિપોર્ટમાં ઠઈંઘએ કહ્યું કે કોવિડ-૧૯ને કારણે વૈશ્વિક આયુષ્યમાં લગભગ બે વર્ષનો ઘટાડો થયો છે. આયુષ્ય એ વધારાના વર્ષોથી સરેરાશ સંખ્યાનો અંદાજ છે જે ચોક્કસ વયની વ્યક્તિ જીવવાની અપેક્ષા રાખી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે છેલ્લા એક દાયકામાં આયુષ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. જો કે, કોવિડ-૧૯ના કારણે તેમાં ઘટાડો થયો છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ મહામારી એકંદર આરોગ્યને ગંભીર અસર કરી છે અને ચેપને કારણે લોકોમાં ઘણા પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે.
આ સંજોગોએ લોકોની ઉંમરને ખૂબ જ નુકસાન પહોંચાડયું છે. કોવિડ-૧૯ના કારણે વૈશ્વિક આયુષ્ય ૧.૮ વર્ષ ઘટીને હવે ૭૧.૪ વર્ષ થઈ ગયું છે. વર્ષ ર૦૧રમાં પણ ઉંમરની આની આસપાસ હતી. આરોગ્ય સંસથાનો રિપોર્ટ દર્શાવે છે કે કોવિડના પ્રારંભિક તબક્કામાં વર્ષ ર૦ર૦-ર૦ર૧ દરમિયાન ૧પ.૯ મિલિયન (૧.પ૯ કરોડ)થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મહામારીથી પુરૂષ અને મહિલા એક બન્નેના સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો છે.
બીએમસી પબ્લિક જર્નલમાં પ્રકાશિત થયેલ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ર૦૧૯માં જન્મના સમયે ભારતીય પુરૂષોનું આયુષ્ય ૬૯.પ વર્ષ હતું જે ર૦ર૦માં ઘટીને ૬૭.પ વર્ષ થયું છે. એ જ રીતે ભારતીય સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય ર૦૧૯માં ૭ર હતું જે હવે ઘટીને ૬૯.૮ વર્ષ થયું છે. જન્મના સમયે આયુષ્યની ગણતરી નવજાત બાળક કેટલું જીવશે તે અંદાજિત સરેરાશ વર્ષની સંખ્યાને આધારે કરવામાં આવી છે
તેમાં નવજાત શિશુના જન્મના સમયે મૃત્યુદરની પેટર્ન ભવિષ્યમાં સ્થિર રહે તેવી ધારણાં બાંધવામાં આવેલી છે. પ્રોફેસર યાદવે હાથ ધરેલા આ અભ્યાસમાં આયુષ્યના વર્ષમાં અસમાનતાના પરિબળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં બહાર આવ્યું કે કોવિડ-૧૯થી ૩૯થી ૬૯ વર્ષના વયજૂથમાં આવેલા પુરૂષના મહત્તમ મોત થયા છે. સામાન્ય વર્ષોની સરખામણીમાં કોરોના મહામારી દરમિયાન ર૦ર૦માં ૩પથી ૭૯ના વય જૂથમાં વધુ મૃત્યુ થયા હતા. આ ગ્રુપના સરેરાશ આયુષ્યમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં મૃત્યુદરની પેટર્ન પર કોરોના મહામારીથી આવેલા દબાણનો તાગ મેળવવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આઈપીએસના ડિરેકટર ડૉ.કે.એસ.જેમ્સે જણાવ્યું હતું કે, કોઈ મહામારી આવે ત્યારે દર વખતે જન્મના સમયે સરેરાશ આયુષ્યમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે આફ્રિકાના દેશોમાં એચઆઈવી-એઈડ્સ રોગચાળ પછી સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો હતો.
આ રોગચાળો અંકુશમાં આવ્યા બાદ સરેરાશ આયુષ્યમાં ફરી વધારો થયો હતો. વિશ્વભરમાં કોવિડના કારણે સામાન્ય કરતાં વધુ મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર માર્ચ ર૦ર૦થી અત્યાર સુધીમાં સાડા ચાર લાખ મૃત્યુ થયા છે. નિષ્ણાંતો દ્વારા ભારતમાં રોગચાળાને કારણે વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો દાવો અનેક વખત કરવામાં આવ્યો છે.
આરોગ્ય નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન મૃતયુનું મુખ્ય કારણ કોવિડ-૧૯ રહ્યું છે. તે ર૦ર૦માં વૈશ્વિક સ્તરે મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ હતું અને ર૦ર૧માં બીજું મુખ્ય કારણ હતું. ડબ્લ્યુએચઓ રિપોર્ટ એ પણ હાઈલાઈટકરે છે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ (એનસીએએસ) જેમ કે, ઈસ્કેમિક હૃદય રોગ અને સ્ટ્રોક, કેન્સર, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી રોગ, અલ્ઝાઈમર રોગ – ડિમેશિયા અને ડાયાબિટીસ પણ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ બને છે
નિષ્ણાંતોએ કહ્યું કે કોરોનાએ માત્ર સ્વાસ્થ્યને જ સીધું ગંભીર નુકસાન નથી પહોંચાડયું, પરંતુ કોવિડ-૧૯ને કારણે સર્જાયેલા સંજોગોએ પણ સમગ્ર વિશ્વમાં કુપોષણનું ભારણ વધાર્યું છે. બાળકોમાં કુપોષણને પણ ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે જોવામાં આવે છે. આ તમામ સ્થિતિઓ એકંદર આરોગ્યને અસર કરી શકે છે અને અકાળ મૃત્યુના જોખમોને વધારી શકે છે.