SDRF અને NDRFની ટીમે એક પરિવારને પૂરથી બચાવ્યો
ભોપાલ, છેલ્લા કેટલાંક દિવસોથી ભારતના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં પણ છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદને કારણે નાગરીકો મુશ્કેલીમાં મુકાયા છે.
प्रदेश में भारी बारिश के चलते फंसे हुए लोगों को बचाने का सिलसिला जारी , NDRF एवं SDRF की संयुक्त कार्यवाही से हुज़ूर भोपाल के पिपलिया धाकड में परिवार को सकुशल बचाया गया@NDRFHQ pic.twitter.com/k2fU7CX0rJ
— DDNewsMP (@DDNewsMP1) August 22, 2020
મધ્યપ્રદેશના ભોપાલના પિપલિયા ધાકડ ખાતે રહેતો એક પરિવાર ભારે વરસાદને કારણે ફસાયો હતો. જેની માહિતી રાજ્યની SDRF અને NDRF ને મળતાં જ બંને ટુકડીના સભ્યો તરત જ બોટમાં તે વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ભારે વરસાદને કારણે પૂરમાં ફસાયેલા પરિવારોને બચાવી લીધા હતા.