Western Times News

Gujarati News

ઉનામાં રૂ.ર૦ લાખની દરિયાઈ રેતી ચોરી ઝડપાઈ, ૪ ટ્રેકટર-ટ્રોલી જપ્ત

પ્રતિકાત્મક

વેરાવળ, ગીર સોમનાથ જીલ્લામાં ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા કલેકટર દીગ્વીજયસિંહ જાડેજાના કડક આદેશ બાદ ખાણ ખનીજ વિભાગે ઉના તાલુકાન ખડા ગામ નજીકથી દરીયાઈ રેતીની ચોરી કરતા ચાર ટ્રેકટર-ટ્રોલી સાથે રૂ.ર૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ગીર સોમનાથ જીલ્લામાં ખનીજ ચોરો અને ભુમાફીયા સામે જીલ્લા કલેકટરની સખત કાર્યવાહીના આદેશના પગલે જવાબદાર ખાણ ખનીજ વિભાગે અંતે આળસ ખંખેરી હોય તેમ કાર્યવાહી હાથ ધરી છે. ઉનામાં દરીયાઈ રેતી અને ખનીજ ચોરી કરતા ચાર ટ્રેકટરો જયારે વેરાવળના સવની ગામ સરકારી જમીનમાં ગેરકાયદે ખનન કરતા જેસીબી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જીલ્લામાં સમૃદ્ધ કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરીરયાઈ રેતી તેમજ ઉના. ગીરગઠડા કોડીનાર વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગગેરકાયદે ખનન કરી બિલ્ડીગ ચોરીની વ્યાપક ફરીયાદો ઉઠી રહી હતી. તો બીજી તરફ જવાબદાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કર્મચારીઓની સુષુપ્ત કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહયા હતા.

ત્યારે આખરે ખાણ ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ઉનાના ખડા ગામ નજીક દરીયાઈ રેતી ભરીને જતા ચાર ટ્રેકટર સાથે ર૦ લાખનો મુદામમલ ઝડપી લઈ ઉના પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.