એરપોર્ટો પર ચેક ઈન કરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં

મુસાફરોના આધાર કાર્ડ એમ્બેડ બાયોમેટ્રિકને સિંક કરવામાં આવશે જેનાથી તેઓ ટિકિટ પર આપવામાં આવેલા બારકોડને એરપોર્ટ પર સ્કેન કરીને સરળતાથી ચેક ઈન કરી શકશે.
હવાઈ યાત્રિકોને હવે એરપોર્ટો પર ચેક ઈન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં અને હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવશે તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. Seamless Aadhaar card-synced check-in at 7 airports
એમણે એવી માહિતી લોકસભામાં આપી હતી કે હવાઈ મુસાફરોના આધાર કાર્ડ એમ્બેડ બાયોમેટ્રિકને સિંક કરવામાં આવશે જેનાથી તેઓ ટિકિટ પર આપવામાં આવેલા બારકોડને એરપોર્ટ પર સ્કેન કરીને સરળતાથી ચેક ઈન કરી શકશે.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું છે કે વર્તમાન સમયમાં આ પ્રકારની સુવિધા દેશના કેટલાક મોટા એટલે કે સાત જેટલા એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર દેશના તમામ એરપોર્ટ પર આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે દિલ્હી બેંગલોર હૈદરાબાદ વારાણસી પુણે કોલકાતા સહીત સાત જેટલા એરપોર્ટો પર આ સુવિધા શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે શરૂ થઈ શકે અને ત્યારબાદ તેને દેશભરમાં લંબાવી દેવામાં આવશે. એમણે કહ્યું છે કે નવી સિસ્ટમ એરપોર્ટ પર વેઇટિંગ ટાઈમ માં 30થી 40 ટકાનો ઘટાડો કરી દેશે.
અત્યારે દેશમાં મોટા ભાગના એરપોર્ટ પર ચેક-ઇન માટે લાંબી લાઈનો લગાવી પડે છે અને કલાકો સુધી યાત્રિકોને ઉભા રહીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સરળ સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની જાહેરાત ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી હતી.આ સુવિધાથી યાત્રિકો માટે આગામી દિવસો ખૂબ જ સરળતા ભર્યા રહેવાના છે.