ઉનાળામાં સિઝનલ ડિપ્રેશન બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌને અસહ્ય માનસિક તણાવ
ડિપ્રેશન એટલે કે હતાશા નિરાશા અથવા દર્દીની માનસિક સ્થિતિ નબળી હોવી. મોટા ભાગના લોકોના જીવનમાં થોડા તબક્કાઓમાં આવું થતું જોવા મળે છે.પણ જો આ માંદગી કે રોગનું રૂપધારણ કરેતો તે સ્થિતિ લાંબો સમય રહી રોગની ચરમસીમાએ પહોંચે ત્યારે ડિપ્રેશનની તકલીફો તેની બિમારીની પરાકાષ્ઠાઓ સર્જે છે.
આ લેખ દ્વ્રારા સામાન્ય માનસિક તકલીફનો અણસાર અને ચેતવણી આપતા લક્ષણોનીખબર પડે તે માટે લખવામાં આવ્યો છે સ્સ્માન્ય માણસને સ્પર્શતા અને સામાન્ય રીતે વધુ જોવા મળતા અને આ વિષય સાથે સંકળાયેલા માનસિક તણાવ,માંદગી,ચિંતા,
ડિપ્રેશન, માનસિક મંદતા,અનિંદ્રા,યાદશક્તિ ઓછી થવી તેવા વિષયોની અલગથી છણાવટ કરી છે.પચાસ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિમાંમાનસિક શક્તિ થોડી થોડીઓછી તેને ધ્યાનમાં કે લક્ષમાં ન લેવું તેજ તેનાથી બચવાનો ઉત્તમ માર્ગ છે.આ ઉંમરે મનની એકાગ્રતા ન રહેવી મૂંઝવણ અનુભવવી યાદ શક્તિ ઓછી થઇ જાય છે.
એકાગ્રતા ન રહેવી. મોટાભાગના લોકોમાં જ્યારે તેઓ આંકડાં કે ચિત્ર દોરવામાં વાંચવામાં કે લખવામાં વ્યસ્ત હોય છે.ત્યારે થોડા સમય માતે એકાગ્રતા જતી રહે છે
આવા દર્દીઓ પોતાની ખામીઓને સમજાવવા માટેનું મહત્વ વધુ આપે છે. ચિંતા, માનસિક તાણ, ટેન્શન એ આ તકલીફ થવાના સામાન્ય કારણો છે. મૂંઝવણ, ઓછા અથવા થોડા સમય માટે રહેનારી મૂંઝવણ વધુ જોવા મળે છે.
દારૂ પીવાથી,અચાનક જાગી જવાથી,ઉંઘ આવે તેવી દવાઓ લેવાથી માનસિક થકાવટ,ઉંઘ ઓછી આવવી.વગેરેને લીધે આ તકલીફ થાય છે.
માથામાં અથવા મગજને ઇજા થવાથી તથા વાઇને લીધે પણ ક્ષણિક મૂંઝવણ થાય છે.સતત અથવા કાયમ રહેનારી અથવા લાંબાગાળાની મૂંઝવણ ગંભીર કારણ હોય છે.અને તેથી દર્દી પોતે મૂંઝવણ રહેવાને લીધે પોતે જાતે સારવાર માટે કશું કરી નથી શકતો.જેથી બીજા દ્વારા તેવી ગોઠવણ કરવી જોઇએ.
અઘિટત અતિશ્યોક્ત ભર્યો ભાવ અથવા વર્તૂણકને ન્યૂરોસીસ કહે છે.સામાન્ય માણસમાં પણ ક્યારેક આવી વર્તણૂંક જોવા મળે છે.આમા મોટાભાગના લોકો કંઇ મૂંઝવણ આવતા માનસિક ચિંતા અનુભવે છે.દા.ત.ડ્રાઇવીંગ ટેસ્ટ આપતા પહેલા અઘટિત ચિંતા માણસને ઘેરી લે છે અથવા બે વખતેજુવે છે કે ઘરમાં ગેસનીસ્વીચ બંઘ કરી ને કે નહીં?
જો આવી સામાન્ય ચિંતાઅથવામન ઉપર વારેવારે સવાર થતી વર્તણૂક ખૂબજ વધી જાય તો તેને ન્યૂરોસીસ કહે છે આ સ્થિતિ માટે વપરાતી પરિભાષા સંજ્ઞા ખરી રીતે જોઇએ તો બોલવામાં વપરાતી નથી કારણકેતેખોટી રીતે નિર્દેશ આપે છે કે આવી વધુ પડતી વર્તણૂંક એ માનસિક રોગ છે.માનસિક ભય એ કાલ્પનિક નથી,દર્દીને ખરેખર રીતે લાગતો હોય છે.દર્દીને અપમાનજનક લાગે તે રીતે તેનો શબ્દપ્રયોગ ન કરવો.
ઉનાળામાં સિઝનલ ડિપ્રેશન થવાનાં કારણો, કેટલાક લોકોને વધારે ગરમી સહન થતી નથી. તેમને વધારે પડતાં સૂર્ય પ્રકાશમાં નિરાશા અનુભવાય છે. તીવ્ર સૂર્ય પ્રકાશથી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે. મેલાટોનિન હોર્મોનની માત્રા ઓછી હોવાથી ડિપ્રેશનના લક્ષણો જણાય છે. મગજમાં સેરાટોનિન કેમિકલની માત્રા વધી જાય છે. તેને કારણે સોશિયલ એન્ગઝાઈટી ડિસઓર્ડર થાય છે.
સિઝનલ ડિપ્રેશનથી કેવી રીતે બચશો? પૂરતી ઊંઘ લો. દરરોજ નિયમિત સમયે સૂવાની અને જાગવાની આદત બનાવો. ગુસ્સો કન્ટ્રોલ કરવા માટે મગજ શાંત રાખો. મેક્સિમમ પાણી પીઓ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરો. દરરોજ એક્સર્સાઈઝ કરો. તેનાથી સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ગઝાઈટી દૂર કરવામાં મદદ મળશે. મેડિટેશન કરવાથી તમે ખરાબ વિચારોથી દૂર રહી શકો છો. પેન્ટિંગ, સિંગિગ, સ્પોટ્ર્સ તમને ગમતી એક્ટિવિટી કરો.
હેલ્ધી ડાયટ લો. જંક ફૂડ કાર્બાહાઈડ્રેટ વાળું અને તળેલું ભોજન આપણાં મગજ પર ખરાબ અસર કરે છે. સિઝનલ ફ્રુટ્સ, શાકભાજી ડાયટમાં સામેલ કરો. ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે મુલાકાત કરતાં રહો. તમને જે પણ તકલીફ હોય તે શેર કરો. મન હળવું થઈ જશે. ડેઈલી રૂટિન બનાવો અને હંમેશાં તે ફોલો કરો. તેનાથી મન ભટકશે નહિ અને તમે પ્રોડક્ટીવ રહેશો. ડિપ્રેશનમાંથી બહાર ન આવી શકતા હો તો ડૉક્ટરની સલાહ લો.
લક્ષણોમાં મુખ્ય કાર્યમાં રસ રુચી રહેતી નથી.કારણ વગર રડવું આવવું,ભૂખ,યાદશક્તિ કમીની એકાગ્રતાનજાળવવી,ઊંઘમાં ખલેલ પડવી,સવારે વહેલું ઉઠી જવાય.પછી જાગતા જ રહેવું પડે.મૂડ બદલાયાકરે એટલે કે અસ્થિર વૃતિરહેવી.જો માનસિકમંદતા વધુ હોયતો સ્યુસાઈડ એટલે કે આત્મહત્યા નું પગલું પણ લઇ લે નકારાત્મ્ક વિચાર દર્દીના સ્વભાવમાં જોવામળે છે.
ડિપ્રેશનના કારણો કારણોઃ જૂના જમાનામાં કોઈને ડિપ્રેશન થતું નહોતું અત્યારે થાય છે એનું કારણ પહેલાના જમાનામાં પુરુષ હોય કે સ્ત્રી ઘરનું હોય કે બહારનું બધું જ કામ પોતાની જાતે જ કરવું પડતું હતું, મોટે ભાગે સંયુક્ત કુટુંબમાં માનવી રહેતો હતો. શારીરિક શ્રમનું મહત્ત્વ હતું. વસ્તી આજના જેટલી વધારે નહોતી. આજના જેટલી હરીફાઈ નહોતી પરિણામે દરેક વ્યક્તિના મનમાં શાંતિ અને સંતોષ હતા.આ માનસિક
સ્થિતિ થવાના કારણોમાં જેમાં નજીકની વ્યક્તિનું મૃત્યુ થતું હોય,છૂટાછેડા અથવા નોકરી ન મળવાથી ડિપ્રેશનમાં વધારો થાય. ઘણા લોકોમાં કોઇપણ સ્પષ્ટ કારણ સિવાય આ રોગનો હુમલો આવે છે અને આ હુમલાઓ એક પછી એક એમ વધુ કામની વ્યસ્તતામાં જોવા મળે છે અને દર્દીને ભય અને અસ્વસ્થતા જણાય છે આ સ્થિતિને પ્રાશ્ચાત્યવિજ્ઞાનના હાયપોમેનીયાક સાથે સરખાવી શકાય.
માસિક પહેલા ઘણી સ્ત્રીઓમાં હતાશા નિરાશાનો અનુભવ થાય છે. રાત્રે નિરાંતે ઊંઘી શકતા હતા. અપવાદ બાદ કરતાં મોટે ભાગે કોઈના મનમાં ચિંતા, સંતાપ કે તનાવ નહોતો. સંતોષ અને શાંતિની જગાએ જબરજસ્ત અસંતોષ અને અશાંતિ આવી ગયા છે. માનવીનું જીવન બદલાઈ ગયું છે. જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. નાના હોય ત્યારે ભણવાની ચિંતા, મોટા થાય ત્યારે સારી નોકરી કે ધંધો કરીને ખૂબ કમાવાની ચિંતા. લગ્ન થાય ત્યારે પત્ની, બાળકો અને વડીલોની ચિંતા આ રીતે બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌને અસહ્ય માનસિક તનાવ છે.
કારણો ઘણા જ છે પણ હજુ સુધી મેડિકલ કોમ્યુનિટી અને સંશોધકો ડિપ્રેશનના ચોક્કસ કારણો શોધી શક્યા નથી છતાં તેમના જણાવ્યા પ્રમાણે આટલાં શક્ય કારણો છે જેવા કે ધંધામાં નુકશાન ગયું હોય. નોકરી માંથી છૂટા કર્યા હોય, પતિ/પત્ની કે અંગત સગાનું અવસાન થયું હોય. છૂટાછેડા થયા હોય. ઘર ચલાવવાની મુશ્કેલી હોય ફેમિલીથી દૂર રહેવાનું થયું હોય લાંબી બીમારી હોય નાનપણમાં કોઈ ઘરના કે બહારના તરફથી માનસિક ત્રાસ થયો હોય
જેમકે અભ્યાસ માટે વારે વારે ઠપકો મળતો હોય કે માર પડતો હોય. કોઈપણ પ્રકારની બીક લાગતી હોય જેમકે પરીક્ષામાં નાપાસ થવાની, નવી જોબમાં બોસનો ઠપકો મળશે તો, નોકરી માંથી છૂટા કરશે તો. નાનપણમાં ઘરના કે બહારના કોઈએ જાતિય રીતે પરેશાન કર્યા હોય પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, કુટુંબથી દૂર જવાનો અને રહેવાનો પ્રસંગ બન્યો હોય ડાઈવોર્સ થયા હોય, મનમાં કંઈક ખોટું કે અશુભ થવાનો સતત ડર રહેતો હોય.
જીનેટીક વારસાગત કારણો મેડિકલ કારણોની વાત કરીએ તો. કોઈ બીમારી જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હાર્ટ એટેક કે કેન્સરનું નિદાન થયું હોય. હાઈપોથઈરોઈડિઝમ એટલે કે થાઈરોઈડ હોર્મોન ઓછો નીકળતો હોય.
બ્લડપ્રેશરની દવાઓની આડઅસર હોય. કોર્ટિકોસ્ટેરોઈડની દવાઓ લાંબા વખત સુધી લીધી હોય. મગજના ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ ઓછું થઈ ગયું હોય. જેને બાયપોલર ડિસઓર્ડર હોય. વાતાવરણના ફેરફારો અને સોશિયલ ફેક્ટર્સ આગળ જણાવ્યા પ્રમાણે ડિપ્રેશનના વારસાગત
કારણો સિવાય આજના જમાનામાં ડિપ્રેશન થવાના કારણોમાં મુખ્ય કારણ છે માનસિક તનાવ. ડિપ્રેશન કોઈને પણ થઈ શકે સ્ત્રી હોય કે પુરુષ ખાસ કરીને ૩૦-૪૦ વર્ષ પછી થાય. ગમે તે કારણ હોય વ્યક્તિ જ્યારે મુંઝાઈ જાય ત્યારે લક્ષણો કોઈવાર અઠવાડિયા, મહિના કે વરસો સુધી રહે.
આયુર્વેદ પ્રમાણે ઔષધો માં શંખાવલી, બ્રાહ્મી, જટામાંશી, જેઠીમધ,માલકાંગણી,બીજ, +શતાવરી,અક્ક?લગરો,ગોરખમુંડી કુષ્ઠમાંથી બનતું પ્રવાહી ઉપરોક્ત તકલીફોમાં અકસીર પરિણામ આપે છે.