SEBIના ચેરપર્સને રોકાણકારો માટે સરળ ટ્રેડિંગ ઉપલબ્ધ કરાવવા CDSLની બહુભાષી પહેલ શરૂ કરી
મુંબઈ, એશિયાની પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા બે યુનિક બહુભાષી પહેલ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે.
આ પહેલ સેબીના ચેરપર્સન શ્રીમતિ માધબી પુરી બુચ દ્વારા 17 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલા સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં લોન્ચ કરવામાં આવી હતી. સીડીએસએલએ સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.
બહુભાષી CAS સાથે સશક્તિકરણ: CDSL એ ઈન્વેસ્ટર CASમાં ક્રાંતિકારી અપગ્રેડેશન કર્યું છે, જે રોકાણકારોને દેશની 23 વૈવિધ્યસભર ભાષાઓમાંથી પોતાની પસંદગીની ભાષામાં નિવેદનો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. આ ‘આપકા CAS – આપકી ઝુબાની’ પહેલ એ સરળ સુલભતા પ્રદાન કરે છે, જે રોકાણકારોને તેમની પસંદગીની ભાષામાં ડીમેટ ખાતામાં રાખવામાં આવેલી તેમની સિક્યોરિટીઝ વિશે માહિતી પ્રદાન કરે છે.
કોમ્યુનિકેશન્સના પડકારોને દૂર કરતાં સીડીએસએલ બડી સહાયતા 24*7′ ચેટબોટઃ સીડીએસએલની વેબસાઈટ પર આ યુનિક બહુભાષી ચેટબોટ સીડીએસએલ સહાયતા 24*7’નો હેતુ રોકાણકારોને ટ્રેડિંગ મામલે આત્મનિર્ભર બનાવવાનો છે. આ ચેટબોટ હાલ ચાર ભાષામાં સહાયતા પ્રદાન કરતાં રોકાણકારનો નિરંતર સાથી બન્યો છે. જે અમારા સિક્યુરિટી માર્કેટની ઝીણવટપૂર્વક માહિતી રજૂ કરતાં રોકાણકારોને ચોવીસ કલાક સહાયતા પ્રદાન કરે છે.
સીડીએસએલના સાયબર સિક્યુરિટી અને નાણાકીય સાક્ષરતા મામલે બજારમાં જાગૃત્તિ ફેલાવવાના પ્રયાસો –કેપિટલ માર્કેટમાં રિઈમેજિન ડિજિટલ ટ્રસ્ટ પર લીડરશીપ રિપોર્ટ જારીઃ નોલેજ પાર્ટનર કેપીએમજીના સહયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ સીડીએસએલની સાયબર સિક્યુરિટી સિમ્પોસિયમના નિષ્કર્ષોમાંથી તૈયાર થયો છે. જે ડિજિટલ વિશ્વાસ, વૈશ્વિક સ્તરે નાણાકીય આંતરસંબંધ અને ઉભરતા સાયબર જોખમો વિરૂદ્ધ પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે.
‘Neev’નું સફળતાપૂર્વક સમાપન- 25 શહેરોમાં નાણાકીય સાક્ષરતા અભિયાનઃ 25મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સીડીએસએલએ 25 શહેરોમાં નાણાકીય સાક્ષરતા વિશે જાગૃત્તિ ફેલાવતો ‘Neev’ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સશસ્ત્ર દળો અને ગ્રામીણ વિસ્તારો સહિત વિવિધ સમુદાયોના જીવનને સ્પર્શતી આ પહેલ સમગ્ર દેશમાં વ્યાપકપણે નાણાકીય સાક્ષરતા જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ બનાવે છે.
સિલ્વર જ્યુબિલી ઈવેન્ટમાં CDSLના એમડી અને સીઈઓ શ્રી નેહલ વોરાએ જણાવ્યું હતું કે, “અમે અમારી અદભુત સફરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે સેબીના ચેરપર્સન દ્વારા CDSLની મહત્ત્વપૂર્ણ પહેલો શરૂ કરી તેને અમલી બનાવવુ એ અમારા માટે ગર્વની વાત છે.
અમારા સમાવેશકતાના મૂળ મૂલ્ય દ્વારા માર્ગદર્શન મેળવી આ નવા લોન્ચિંગ અમારા માટે મહત્વના માઈલસ્ટોન છે. ઈન્ક્લુઝિવ ટ્રસ્ટ એ એક પ્રેરક બળ છે જેને આપણે રજતથી સદી તરફની સફરમાં સીડીએસએલના મુખ્ય સિદ્ધાંત તરીકે જોઈએ છીએ. અમે સમાવેશી વિશ્વાસ સ્થાપિત કરી તેને વેગ આપવા જરૂરી તમામ ક્ષેત્રોમાં સાહસો કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.
અમે અસરકારક નાણાકીય સાક્ષરતા તથા ભાષોના અવરોધોને દૂર કરતાં રોકાણકારોને આત્મનિર્ભર બનાવવા માગીએ છીએ. જેમાં પ્રત્યેક રોકાણકારને સમાન ધોરણે ટેક્નોલોજીનો લાભ આપી સશક્ત બનાવવા અને પ્લેટફોર્મના સુરક્ષિત ઉપયોગને વધુ મજબૂત કરવાનું વિઝન સ્પષ્ટ છે. અમે એકમાત્ર સમાવેશકતાના વિશ્વાસની ભાષા બોલીએ છીએ, જે સીડીએસએલની કલ્પનાને સાકાર કરતાં અમારી રોકાણકાર પ્રત્યેની નૈતિકતા દર્શાવે છે.”