SEBIના માધબી બુચે ICICI બેન્ક પાસેથી રૂ. ૧૬.૮ કરોડની નિયમિત આવક મેળવી છે: કોંગ્રેસ
SEBI વડા માધબી બુચે એકસાથે ૩ જગ્યાએથી પગાર લીધોઃ કોંગ્રેસ
(એજન્સી)નવીદિલ્હી, હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર આપે તેવી માગ પણ કરી છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી પુરી બુચ પર એક સાથે ત્રણ જગ્યાએથી પગાર મેળવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.
પવન ખેડેએ કહ્યું છે કે, આ દેશમાં શતરંજની રમત રમાઈ રહી છે. જેનો ખેલાડી કોણ છે, તેના પર અમે નિર્ણાયક રૂપે પહોંચી શક્યા નથી. પરંતુ અલગ-અલગ મોહરા છે. જેમાંથી એક મોહરૂ માધબી પુરી બુચ છે. પવન ખેડાએ આગળ કહ્યું કે, માધબી પુરી બુચ સેબીની સભ્ય હતી. ત્યારબાદ ૨ માર્ચ, ૨૦૨૨માં તેને ચેરપર્સન બનાવવામાં આવી.
જો કે, ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન માધબી પુરી બુચ ICICI બેન્ક પાસેથી નિયમિત ધોરણે આવક મેળવી રહી હતી. વધુમાં ESOP પર લાગુ ટીડીએસ પણ બેન્ક ચૂકવી રહી હતી.
જે વાસ્તવમાં નિયમનું ઉલ્લંઘન છે. બાદમાં ૨૦૧૯-૨૦ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી મળતા પગારમાં સતત વધારો થાય છે. પવન ખેડા અનુસાર, શેર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન હોવા છતાં માધબીએ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી ૨૦૧૭-૨૦૨૪ દરમિયાન કુલ રૂ. ૧૬.૮ કરોડની નિયમિત આવક મેળવી છે. તેમજ આઈસીઆઈસીઆઈ પ્રુડેÂન્શયલ અને સેબી પાસેથી પણ પગાર લઈ રહી હોવાનો દાવો કર્યો છે.
જ્યારે સેબીના વડાની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેના માપદંડ શું છે? શું આ હકીકતો ACC સમક્ષ નિમણૂક સમયે જાહેર કરવામાં આવી હતી કે નહીં? અને જો તેઓ આવ્યા ન હોત તો તેઓ કેવી સરકાર ચલાવે છે? શું વડા પ્રધાનને ખબર હતી કે સેબીના અધ્યક્ષ ICICI પાસેથી પણ પગાર લે છે?.