સેબીએ SME IPOના નિયમો કડક કર્યા: રોકાણકારોને ફાયદો થશે

નવી દિલ્હી, સેબીએ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના આઈપીઓના નિયમો કડક કર્યા છે. હવે આઈપીઓ માટે ઓછામાં ઓછા બે વર્ષમાં ૧ કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ ફરજિયાત રહેશે.
પ્રમોટર્સ આઈપીઓનો વધુમાં વધુ ૨૦% હિસ્સો જ વેચી શકશે. વેચનાર શેરધારકો ૫૦%થી વધુ હિસ્સો વેચી શકશે નહીં. સેબીએ લઘુત્તમ અરજીનું કદ વધારીને બે લોટ કર્યું છે જેથી નાના રોકાણકારોને વધુ સુરક્ષા મળી શકે.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના આઈપીઓ સાથે સંકળાયેલા નિયમો કડક કર્યા છે. નવા નિયમો હેઠળ પ્રમોટર્સ હવે ઓફર ફોર સેલ હેઠળ કુલ આઈપીઓનો ૨૦%થી વધુ હિસ્સો વેચી શકશે નહીં.
આ ઉપરાંત વેચનાર શેરધારકોને તેમની વર્તમાન હિસ્સેદારીના ૫૦%થી વધુ વેચાણની મંજૂરી નહીં મળે.હવે એસએમઈને આઈપીઓ લાવવા માટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષાેમાંથી ઓછામાં ઓછા બે વર્ષ સુધી લઘુત્તમ ¹ ૧ કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ બતાવવો ફરજિયાત રહેશે.
આ નિયમ એવી કંપનીઓને નિરુત્સાહિત કરશે જે સ્થિર નફા વિના બજારમાંથી મૂડી એકત્ર કરવા માગે છે. સેબીએ એસએમઈ આઈપીઓમાં બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ફાળવણી પદ્ધતિને મુખ્ય બજારને અનુરૂપ બનાવવાનો નિર્ણય કર્યાે છે.
તેનાથી રોકાણકારોને વધુ પારદર્શિતા અને સમાન તકો મળશે.સેબીએ સામાન્ય કોર્પાેરેટ હેતુ માટે એસએમઈ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમના મહત્તમ ૧૫% અથવા ¹ ૧૦ કરોડ (જે ઓછું હોય તે) ની મર્યાદા નક્કી કરી છે. આનાથી આઈપીઓ ભંડોળનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળશે.
હવે એસએમઈ આઈપીઓ માં, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જાહેર ટિપ્પણીઓ માટે ૨૧ દિવસ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, ડીઆરએચપી સુધી સરળતાથી પહોંચવા માટે અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરવાની અને ક્યુઆર કોડનો સમાવેશ કરવાની જરૂર પડશે.
સેબીએ સ્પષ્ટતા કરી છે કે એસએમઈ આઈપીઆ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ પ્રમોટર, પ્રમોટર જૂથ અથવા સંબંધિત પક્ષોની લોન ચૂકવવા માટે કરી શકાતો નથી. આનાથી ખાતરી થશે કે કંપનીઓ આઈપીઓમાંથી એકત્ર કરાયેલી મૂડીનો યોગ્ય રીતે ઉપયોગ કરશે.SS1MS