Western Times News

Gujarati News

ટ્રમ્પ પર જોખમ છે તેની પૂર્વ માહિતી હોવા છતાં સુરક્ષા એજન્સીઓ ફાયરિંગની ઘટના રોકી ન શક્યા

ટ્રમ્પ જે જગ્યાએ રેલી કરી રહ્યા હતા ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને પણ આસપાસના વિસ્તારમાં છત પર કોઈ શંકાસ્પદ માણસ છે કે નહીં તે પણ શોધી શકાયું હોત.

ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગથી સુરક્ષા એજન્સીઓની પોલ ખૂલી

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે રીતે જાહેરમાં હુમલો થયો તેમાં સુરક્ષા એજન્સીઓની મોટી ચૂક ખુલ્લી પડી ગઈ છે. અમેરિકન સિક્યોરિટી એજન્સીઓમાં આજે ભારે અંધાધૂંધી પ્રવર્તે છે અને હુમલાખોરને ખતમ કર્યાના કલાકો પછી પણ તેની ઓળખ નક્કી થઈ શકી ન હતી. એફબીઆઈએ કહ્યું કે તે ૧૦૦ ટકા કોન્ફીડન્ટ હોય ત્યારે જ કોઈ માહિતી આપશે.

તેના કારણે હુમલાખોરની ઉંમર અને ટ્રમ્પ પર હુમલો શા માટે કર્યો તે પાછળનું કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા પર લોકોએ અમેરિકન સિક્યોરિટી એજન્સીઓની ખામીઓને ગણાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ પર હુમલો કરવા માટે કોઈ શકમંદ પ્રયાસ કરે છે તેવી માહિતી મળી ગઈ હતી છતાં તેને રોકી શકાયો ન હતો. પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની જ્યાં રેલી હતી ત્યાંથી અમુક મીટર દૂર હુમલાખોરને એક બિÂલ્ડંગ પર મારવામાં આવ્યો

પરંતુ તે અગાઉ તેણે અનેક રાઉન્ડ ફાયર કરી દીધા હતા જેમાં ટ્રમ્પના જમણા કાનને ઘસરકો મારીને ગોળી નીકળી ગઈ હતી અને એક નિર્દોષ વ્યક્તિને ગોળી વાગી હતી. બીજી પણ એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

નવાઈની વાત એ છે કે બિÂલ્ડંગ પર જે વ્યક્તિ હતી તેને સામાન્ય લોકોએ જોઈ હતી પરંતુ સુરક્ષા એજન્સીઓને ધ્યાનમાં આ વાત આવી ન હતી. ટ્રમ્પ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હતા તેથી તેમની સુરક્ષાનું લેવલ બહુ ઊંચું હોવું જોઈએ પરંતુ આ વખતે તેમના સુરક્ષા એજન્ટો ઢીલા સાબિત થયા છે. ટ્રમ્પ જે જગ્યાએ રેલી કરી રહ્યા હતા ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને પણ આસપાસના વિસ્તારમાં છત પર કોઈ શંકાસ્પદ માણસ છે કે નહીં તે પણ શોધી શકાયું હોત.

ટ્રમ્પને ગોળી વાગ્યા પછી એફબીઆઈએ એક પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં જણાવ્યું કે હુમલાખોર કોણ હતો તેની જાહેરાત કરવા માટે અમે હજુ તૈયાર નથી કારણ કે અમે તેની ઓળખ કરવાની બહુ નજીક છીએ. તે વ્યક્તિ કોણ હતી તે વિશે ૧૦૦ ટકા ખાતરી થાય ત્યારે જ અમે તેની પ્રેસને માહિતી આપીશું. એટલું જ નહીં, ટ્રમ્પને ગોળી મારવા પાછળ ઈરાદો શું હતો તે પણ એફબીઆઈ હજુ જાહેર કરી શકી નથી.

એફબીઆઈએ કહ્યું કે હુમલાખોર અને તેના ઈરાદાને સમજવા પ્રયાસ કરી રહ્યા છીએ. એફબીઆઈએ લોકોને પણ વિનંતી કરી છે કે તેમની પાસે કોઈ માહિતી હોય તો શેર કરી શકે છે. અમે પબ્લિકની મદદ માગીએ છીએ. ઘટનાસ્થળે હાજર કોઈએ કંઈ જોયું હોય તો એફબીઆઈને જાણ કરો.

ટ્રમ્પે હોસ્પિટલમાં સારવાર લીધી ત્યાર પછી તરત સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મને ગોળી વાગી તેની અમુક ક્ષણો પહેલાં લાગ્યું કે કંઈક બન્યું છે. તરત જ મારા કાનમાં કંઈક વાગ્યું. આ ઘટનામાં જે નિર્દોષ વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું છે તેના પ્રત્યે મને સહાનુભૂતિ છે.

આ ઘટના પછી ટ્રમ્પ માટે લોકોનો સપોર્ટ વધી જાય તેવી શક્યતા છે કારણ કે ગોળી વાગ્યા પછી પણ ટ્રમ્પ હવામાં મુક્કો ઉછાળીને પોતે લડાઈ આપવા તૈયાર છે તેવું દેખાડતા હતા. ટ્રમ્પ જરાય વિચલિત થયા ન હતા અને તેમના દિમાગ પર તેમનો પૂરો કન્ટ્રોલ હતો. ઘણા લોકો કહે છે કે ટ્રમ્પ સામે જાત જાતને કેસ ખોલીને તેમને ચૂંટણીમાંથી દૂર હટાવવા, તેમને દાયકાઓ સુધી જેલમાં પૂરી રાખવાના પ્રયાસ થયા. તેમાં પણ સફળતા ન મળી એટલે હવે તેમની હત્યાનો પ્રયાસ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.