Western Times News

Gujarati News

પીજી મેડિકલમાં પ્રવેશ કન્ફર્મ ન કરનારા ૨૨૭ વિદ્યાર્થીઓની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત

બીજા રાઉન્ડમાં ૧,૪૦૩ વિદ્યાર્થીએ પ્રવેશ ફાળવ્યો, ૧,૧૭૬એ કન્ફર્મ કરાવ્યો

અમદાવાદ, પીજી મેડિકલમાં પ્રથમ અને બીજા રાઉન્ડ સુધીમાં મળેલ પ્રવેશ કન્ફર્મ ન કરાવતાં ૨૨૭ વિદ્યાર્થીઓની રૂ.૨૫,૦૦૦ લેખે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત (ફોરફીટ) થતાં આ ડિપોઝીટ રકમ પરત નહીં મળે.

જાેકે હવે ખાલી રહેલી બેઠક માટે પ્રવેશ સમિતી દ્વારા ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ જાહેર કરાશે જેમાં ભાગ લેવો હોય તો ફરી ૩ હજાર રજિસ્ટ્રેશન ફી, ૨૫ હજાર સિક્યુરિટી ડિપોઝિટ ભરવા પડશે.

પ્રોફેશનલ કોર્સીસની સમિતી દ્વારા પીજી મેડિકલમાં પ્રવેશ માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં એમડી-એમએસ-ડિપ્લોમાની કુલ ૧,૮૧૩ બેઠકો પૈકી પ્રથમ રાઉન્ડમાં ૫૧૩ બેઠકો ભરાઈ હતી અને બીજા રાઉન્ડમાં ૧,૩૦૦ બેઠક પર પ્રવેશ ફાળવ્યો હતો. જેમાંથી ૧,૦૮૮ ઉમેદવારોએ હેલ્થ સેન્ટર પર રિપોર્ટીંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવતાં ૨૧૨ બેઠક ખાલી પડી છે.

આવી જ રીતે એમડીએસની કુલ ૧૭૫ બેઠકમાંથી પ્રથમ રાઉન્ડમાં ૭૨ બેઠક ભરાઈ હતી અને બીજા રાઉન્ડમાં ૧૦૩ બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. દરમિયાન આજદીન સુધીમાં કુલ ૮૮ ઉમેદવારોએ પ્રવેશ કન્ફર્મ કરાવતાં ૧૫ બેઠક ખાલી પડી છે. આમ પીજી મેડીકલમાં બે રાઉન્ડના અંતે કુલ ૨૨૭ બેઠકો ખાલી પડી છે.

જાેકે આ ખાલી પડેલી બેઠકો પર ઉમેદવારોએ ચોઈસ આપ્યાં બાદ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. જાેકે સરકારના મેડિકલ અને ડેન્ટલના નવા નિયમ મુજબ રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવા ઉપરાંત સિક્યુરિટી ડિપોઝિટ પેટે યુજીમાં રૂ.૧૦ હજાર અને પીજીમાં રૂા.૨૫,૦૦૦ લાગુ કરવામાં આવ્યાં હતા.

સિક્યુરિટી ડિપોઝિટની રકમ રિફંડેબલ હોય છે, પરંતુ જાે ઉમેદવાર ચોઈસ આપ્યાં બાદ બે રાઉન્ડ સુધી પ્રવેશ કન્ફર્મ ન કરે તો તેની ડિપોઝીટ જપ્ત થાય અને ત્રીજા રાઉન્ડ માટે ફરી રજિસ્ટ્રેશન ફી અને ડિપોઝિટની રકમ ભરવાની થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.