Western Times News

Gujarati News

સીમા હૈદર-સચિન નકલી નામોથી નેપાળની હોટલમાં રોકાયા હતા

સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચનીંગ કરાઈ, જેમાં અત્યાર સુધી મોટી વાત બહાર આવી નથી

એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ સાવચેતીથી જવાબો આપી રહી છે.

લખનૌ,  પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના જવાબમાં તે માત્ર એટલું જ કહી રહી છે કે હું સચિનના પ્રેમમાં અહીં આવી છું.

સીમાએ પૂછપરછ દરમિયાન નોઈડા પોલીસને પણ આવો જ જવાબ આપ્યો હતો. આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્‌નીંગ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી.

એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ સાવચેતીથી જવાબો આપી રહી છે. આથી પોલીસ હવે પૂછપરછ દરમિયાન મનોવૈજ્ઞાનિકને તેમની સાથે બેસાડી શકે છે. જેથી સીમા પર બારીકાઈથી નજર રાખી શકાય.

યુપી એટીએસની ટીમે સીમા અને સચિનને એકસાથે બેસાડ્યા અને ઘણા મહત્વના પુરાવાઓની પૂછપરછ કરી હતી. જેમાં નેપાળમાં તેમની મુલાકાત અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. અગાઉ કહેવામાં આવ્યું હતું કે બોર્ડર પરથી બે પાસપોર્ટ મળી આવ્યા છે.

આ સિવાય પોલીસને તેની પાસેથી એક ઓળખ પાત્ર પણ મળ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીમા અને સચિન નેપાળમાં પણ મળ્યા હતા, જ્યાં બંને લગભગ એક અઠવાડિયા સુધી એક હોટલમાં રહ્યા હતા.

સીમા મે મહિનામાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને હવે તે તેના ભારતીય પાર્ટનર સચિન મીના સાથે ગ્રેટર નોઈડામાં રહે છે. સીમા પાસે ઘણા ફોન અને અન્ય વસ્તુઓ મળવાના કારણે તેના પર શંકા થઇ હતી, ત્યારબાદ યુપી એટીએસએ તેને કસ્ટડીમાં લીધી હતી. સીમા અને સચિનની ૪ જુલાઈએ ગ્રેટર નોઈડા પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ કોર્ટે ૭ જુલાઈએ બંનેને જામીન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.