લો બોલોઃ ૧૦ રૂપિયામાં ૪ નંગ મોદી ઈડલી મળશે

તમિલનાડુના સેલમમાં મોદી ઈડલી રજૂ કરવામાં આવી- ૪૦ હજાર નંગ ઈડલી બનાવી તેને ૨૨ દુકાનો પર વેચાશે મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને બનાવાવવામાં આવી
ચેન્નઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને ધ્યાને લઈ તમિલનાડુના સેલમમાં મોદી ઈડલી રજૂ કરવામાં આવી રહી છે. (Coimbatore Tamilnadu : “Modi Idlis”, priced at Rs. 10 for four pieces) સેલમમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ થશે. ત્યારબાદ તેનું વેચાણ કેવું રહે છે તે જોયા બાદ દુકાનો વધારવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની મોદી ઈડલી વેચવાની તૈયારી તમિલનાડુના સેલમ શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ચાલી રહી છે. શહેરમાં દરેક સ્થળે તેના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે.
સેલમમાં ઉપલબ્ધ થનારી મોદી ઈડલીનો ભાવ ૧૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. ૧૦ રૂપિયામાં લોકોને ૪ નંગ ઈડલી આપવામાં આવશે. તેની સાથે સાંભર પણ મળશે. શહેરમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ હશે. ત્યારબાદ તેના વેચાણના હિસાબથી દુકાનો વધારવામાં આવશે. તમિલનાડુના સેલમમાં મોદી ઈડલી વેચવાનો વિચાર રાજ્યના બીજેપી નેતા મહેશનો છે.
તેઓએ શહેરમાં તેના પોસ્ટર પણ લગાવી દીધા છે. પોસ્ટરમાં લખ્યું છે, મહેશ પ્રસ્તુત કરે છે મોદી ઈડલી. ૧૦ રૂપિયામાં ૪ નંગ. સાંભરની સાથે. આ ઈડલીને અત્યાધુનિક કિચન ઉપકરણોથી બનાવવામાં આવશે. મોદીના નામની મોદી ઈડલી વિશે જાણકારી આપવામાં આવી છે કે પહેલા તેને બનાવવા સંબંધી તૈયારી પૂરી કરવામાં આવી છે. રોજ લગભગ ૪૦ હજાર ઈડલી બનાવવામાં આવશે. મોદી ઈડલીનું વેચાણ આવતા સપ્તાહથી શરૂ થઈ શકે છે. SSS