દિલ્હી ખાતે પ્રજાસત્તાક સમારોહમાં નવસારીના રાનકુવા હાઈસ્કૂલની ૩ વિદ્યાર્થીનીઓની પસંદગી
રાનકુવા, ર૬ જાન્યુઆરી વડાપ્રધાનશ્રીના વરદહસ્તે લાલ કિલ્લા ખાતે યોજાતા સમારોહમાં ભારત સરકાર દ્વારા દેશભરમાંથી આમંત્રણ આપવામાં આવે છે ત્યારે આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત રાજયના ભારત સરકાર પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શિષ્યવૃતિનો લાભ મેળવતા
આદિજાતિના વિદ્યાર્થીઓને ખાસ આમંત્રિત મહેમાન તરીકે કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે નવસારી જિલ્લામાંથી શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાની ત્રણ આદિવાસી કન્યાઓની પસંદગી કરવામાં આવી છે, ધો.૧૦માં ભણતી વિદ્યાર્થીનીઓ પટેલ દિયા શૈલેષભાઈ, પટેલ આયુષી જયેશભાઈ અને નેન્સી સતિષભાઈ પટેલ, જિલ્લા તકેદારી અધિકારી ભાવનાબેન દ્વારા આ વિદ્યાર્થીઓને ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હી ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યા છે,
આદિવાસી વિસ્તારની આ વિદ્યાર્થિનીઓની પસંદગી થતા શાળામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ સર્જાયો. શાળા માટે ગૌરવમય અવસર આવ્યો, જે હાઈસ્કૂલ માટે હંમેશા ગૌરવ અને ઐતિહાસિક બાબત બની રહેશે.
નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી, મંડળના પ્રમુખ ઠાકોર કાકા, ઉપપ્રમુખ પિનાકીનભાઈ અને મંત્રી જશુભાઈ નાયક અને શાળાની ત્રણેય વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા. શાળાના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીનીઓની પસંદગી માટે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શાળાના આચાર્ય સંજયસિંહ ડી. પરમાર દ્વારા “વિદ્યાર્થીનીઓની પસંદગી એ શાળાની ગુણવત્તાલક્ષી શિક્ષણ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની ઉપજ છે” એમ જણાવી માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યાલયનો અને દિલ્હી સરકારનો આભાર માનવામાં આવ્યો.