અઢળક રૂપિયા છતાં ઘરમાં ધોવા પડે છે વાસણ અને કપડાં
નવી દિલ્હી, જાેવા જઈએ તો, લોકો પાસે જ્યારે અઢળક રૂપિયા આવી જાય છે, તો તેમનું લિવિંગ સ્ટાડર્ડ અચાનક એટલું હાઈ થઈ જાય છે કે, તેઓ પોતાની રીતે કોઈ કામ નથી કરતા. પણ આજના સમયમાં એક એવી પણ છોકરી છે, જે કરોડપતિ હોવા છતાં પણ પોતાની જાતે વાસણ ધોવે છે, કપડા ગોઠવે છે અને ઘરના બાકીના કામ પણ કરે છે. Self Made Millionaire Girl Isabella Barrett
અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ કરોડપતિ છોકરી ઈસાબેલા બેરેટની. બેલાના નામથી પ્રખ્યાત ઈસાબેલ ફક્ત ૧૭ વર્ષની છે અને તેની કમાણી દર મહિને ૮ લાખ રૂપિયાથી પણ વધારે છે. તે ફેશન અને એક્ટિંગ ઈંડસ્ટ્રીમાં કામ કરે છે અને ફેશન વીક દરમ્યાન તેની કમાણી ફક્ત ૭ દિવસમાં ૨૮ લાખ રૂપિયા સુધી થઈ જાય છે.
વિચારો આટલા રૂપિયા કમાણી કર્યા બાદ પણ તે વાસણ ધોઈ રહી છે. એક રિપોર્ટ મુજબ ઈલસાબેલે પોતાની જ્વેલરી લાઈન Glizy Girl પણ લોન્ચ કરી છે અને તે મોટી મોટી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરે છે, તે પોતાના મેકઅપ પર સામાન્ય રીતે ૨૮ હજાર રૂપિયા દરરોજ ખર્ચ કરે છે. પણ જ્યારે તે ઘરે હોય છે, તો એકદમ સામામ્ય લોકો માફક પોતાના કામ કરે છે.
તેમના માતા-પિતા તેમને એકદમ સ્પેશિયલ અનુભવ નથી કરાવતા. તે વાસણ સાફ કરે, કપડા ધોવે છે અને બીજા બાળકોની માફક કામ કરે છે. તે નાનપણમાં જ એક ટીવી શો પર કામ કરી ચુકી છે ત્યારે આવા સમયે લોકો તેણે જાણે છે અને તેને ખાસી ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો છે.
ઈસાબેલ જણાવે છે કે, તેમના માતા-પિતા કહે છે કે, તે પ્રાઈસલેસ છે અને ખૂબ જ ટેલેંટેડ છે, પણ તેને કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવી. તેમનું કહેવું છે કે, જાે જિંદગીમાં આટલું બધું પ્રાપ્ત કરી શકી, તો તેના કારણે તેનું સમગ્ર ધ્યાન ટાર્ગેટ પર ફોકસ હોવું જાેઈએ. બીજા લોકોને પણ સલાહ આપે છે કે, ક્યારેય પણ હિમ્મત ન હારવી જાેઈએ. જાે આપ રોજ કંઈક કરશો અને તેના બદલામાં આપને કંઈક મળશે, તો આપ ક્યારેય તૂટશો નહીં.SS1MS