ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળોના સ્વાવલંબન હેતુ ₹2.51 કરોડ મુખ્યમંત્રીને અર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળોના સ્વાવલંબન હેતુ ₹2.51 કરોડની ધનરાશિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે પોર્ટેબલ એક્સ-રે મશિનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સેવાકીય સંસ્થાઓના જોડાવાથી વિકાસને ગતિ મળતી હોય છે.
તેમણે ઉમેર્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની કલ્યાણકારી યોજનાઓ સાથે જન-જનને જોડવા PPP મોડેલની જે નવીન પહેલ શરૂ કરી તેના કારણે આજે છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચતા થયા છે.