Western Times News

Gujarati News

સેમીકનેકટ કોન્ફરન્સ-ર૦ર૪નું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્દઘાટન

ગાંધીનગર, રાજ્યમાં સેમીકનેકટ ઈન્ડસ્ટ્રીને ઊભી કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. સેમીકનેકટ કોન્ફરન્સ-ર૦ર૪નું આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્દઘાટન કરાયું છે. કોન્ફરન્સના ઉદ્દઘાટન પ્રસંગે વિશ્વના અગ્રણી સેમીકનેકટ સપ્લાય ચેઈન ઉદ્યોગોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં ડાયરેકટર જનરલ તાઈવાન ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (ટીઈસીસી)ના ડાયરેકટર જનરલ હોમર ચેંગે વિશેષ સંબોધન કર્યું હતું જેટ્રો (જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) અને કોટ્રા (કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી) જાણીતા આંતરરાષ્ટ્રીય નોલેજ પાર્ટનર્સ છે. કોન્ફરન્સમાં ઉદ્યોગ જગતના દિગ્ગજોમાં ટાટા ઈલેકટ્રોનિકસ પ્રાઈવેટ લિમિટેડ (ટીઈપીએલ)ના સીઈઓ અને એમડી ડૉ.રણધીર ઠાકુર, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ્‌સ ઓફ ઈન્ડિયા (ટીઆઈઆઈ)ના કાર્યકારી અધ્યક્ષ અરૂણ મુરૂગપ્પન અને માઈક્રોનના એસવીપી ગુરશરણસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

માઈક્રોન ટેકનોલોજી, ટાટા ઈલેકટ્રોનિકસ અને સીજી પાવર, ગુજરાતમાં તેમની સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ ફેસિલિટીનું નિર્માણ કરી રહ્યા છે. તેઓ કોન્ફરન્સ માટે સરકાર સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે જોડાયા છે. ઈન્વેસ્ટ ઈન્ડિયા અને આઈએસએમ (ઈન્ડિયા સેમીકનેકટ મિશન) પણ નોલેજ પાર્ટનર્સ તરીકે કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.

ભારત સરકારે સેમીકનેકટ સપ્લાય ચેઈન માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ૧૦ બિલિયન અમેરિકન ડોલરનો સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત સેમીકનેકટ નીતિ જાહેર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં પ્રમોશનલ પ્રવૃત્તિઓ તેમજ સેમિકન્ડકટર અને ડિસ્પ્લે ફેબ સુવિધાઓ માટે રાજ્ય તરફથી વધારાની સહાય કરવામાં આવે છે.

ઈન્ડિયા સેમિકન્ડકટર પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ૧૪ બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ થવા જઈ રહ્યું છે. સેમીકનેકટ સબસ્ટ્રેટ, રસાયણો, વાયુઓ, ધાતુઓ, સાધનો અને ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન જેવા ક્ષેત્રોને સમાવે છે. ગુજરાત સેમીકનેકટ ટોચની સેમીકનેકટ કંપનીઓ અને સ્થાનિક ઉદ્યોગોને એકબીજાક સાથે જોડશે.

ગુજરાતના ઉભરતા સેમીકનેકટ મેન્યુફેકચરિંગ સેકટરની આ કોન્ફરન્સ, બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (બીટુજી) મિટિંગ્સ માટે એક પ્લેટફોર્મ પૂરું પડશે જે સ્થાનિક બિઝનેસ લીડર અને સરકારી અધિકારીઓ સાથે સીધા જોડે છે. ગુજરાત સેમીકનેકટ કોન્ફરન્સ ર૦ર૪નો ઉદ્દેશ રાજ્ય અને ભારતના સેમિકન્ડકટર સેકટરમાં વૃદ્ધિ, ભાગીદારી અને ઉન્નતિ માટેની અસંખ્ય તકો ઊભી કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.