ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે માટે ફ્રી સેમીનાર યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ અને ડોક્ટર પ્લસ એજ્યુકેશન અમરેલી દ્વારા અમરેલી જીજી બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કુલ ખાતે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર ફ્રી મા યોજવામાં આવ્યો,
જેમાં ડોક્ટર પ્લસ એજ્યુકેશનના માર્ગદર્શન તજજ્ઞ કૌશિકભાઇ ધડુક દ્વારા ધોરણ ૧૨ સાયન્સ પછી અપાતી નીટની પરીક્ષામાં મેળવેલ માર્ગનું કોલેજોમાં એડમિશન લેવા માટેનું કટ ઓફ તેમજ માન્ય કોલેજો ની યાદી અને તેના ફી સ્ટ્રકચર બાબતે પૂરતુ જ્ઞાન આપવામાં આવ્યું.
જીજી બેન ફોરવર્ડ ગર્લ સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી રોહિતભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો તેમજ વિદ્યાર્થીઓ લક્ષી આવા ફ્રી સેમીનારોનું આયોજન કરવા બદલ લાયન્સ ક્લબ ઓફ રોયલ અમરેલીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા
તેમજ ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓના હિતલક્ષી માર્ગદર્શન સેમિનારોના આયોજન કરવા માટે તત્પરતા બતાવી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ રિતેશભાઈ સોની, ખજાનચી અરૂણભાઇ ડેર, મંત્રી રાકેશભાઈ નાકરાણી, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ વેકરીયા, સભ્ય શ્રી વિજયભાઈ ગુંદરાણીયા, સભ્ય શ્રી શિવાભાઈ રફાળીયા સુરત થી ખાસ હાજર રહ્યા હતા.