સેન્કો ગોલ્ડ લિમિટેડનો IPO 04 જુલાઈ, 2023ના રોજ ખૂલશે
• રૂ. 10ની ફેસ વેલ્યુવાળા દરેક ઈક્વિટી શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 301થી રૂ. 317 નક્કી કરવામાં આવી છે;
• બિડ ઓછામાં ઓછા 47 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
અમદાવાદ, સેન્કો ગોલ્ડ લિમિટેડ (“કંપની”) મંગળવાર, 04 જુલાઈ, 2023ના રોજ રૂ. 4,050 મિલિયન (“ઓફર”)ના મૂલ્ય સુધીના રૂ. 10ની ફેસ વેલ્યુ (“ઇક્વિટી શેર્સ”)ના ઇક્વિટી શેર્સના આઈપીઓ સબસ્ક્રિપ્શન ખોલવાની દરખાસ્ત કરે છે. આઈપીઓમાં રૂ. 2,700 મિલિયન સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”)
અને SAIF Partners India IV Limited (“સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા રૂ. 1,350 મિલિયન સુધીના (“વેચાણ માટેની ઓફર”) ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગનો સમયગાળો સોમવાર, 03 જુલાઈ, 2023 છે. ઓફર ગુરુવાર, 06 જુલાઈ, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 301થી રૂ. 317 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 47 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતને ભંડોળ પૂરું પાડવા માટે કરવાની દરખાસ્ત કરી છે જે રૂ. 1,960 મિલિયન હોવાનો અંદાજ છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે. (“ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇશ્યૂ”)
ઇક્વિટી શેર 27 જૂન, 2023ની તારીખે કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે, જે કોલકાતા (“ROC”) ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, પશ્ચિમ બંગાળમાં ફાઇલ કરવામાં આવી છે અને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે NSE એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957ના નિયમ 19(2)(b)ની શરતો સુધારેલ (“SCRR”) મુજબ કરવામાં આવી રહી છે, જેને 2018ના સેબીના નિયમન 31 (મૂડી અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતોના ઇશ્યૂ સંદર્ભે) સાથે વાંચવી જે સુધારા (“SEBI ICDR Regulation”). આ ઓફર SEBI ICDR Regulationના નિયમન 6(1) અનુસાર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે
જેમાં ઓફરના 50%થી વધુ નહીં તેટલા શેર્સ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“QIBs”)ને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે (“QIB Portion”), એ શરતે કે અમારી કંપની અને SAIF Partners India IV Limited (સેલિંગ શેરહોલ્ડર) BRLMs (નીચે વ્યાખ્યાયિત) સાથે પરામર્શ કરીને SEBI ICDR Regulation (“Anchor Investor Portion”)ને સુસંગત રહીને વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને QIB ભાગના 60% સુધી ફાળવી શકે છે,
જેમાંથી એક તૃતીયાંશ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ આરક્ષિત રહેશે, એ શરતે કે SEBI ICDR Regulationના નિયમન પ્રમાણે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટરની ઓફર કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન ઓછું હોય
અથવા નોન-એલોકેશનની સ્થિતિમાં, બેલેન્સ ઇક્વિટી શેર નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ QIB ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીનો નેટ QIB ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,
એ શરતે કે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ QIBને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ QIB ભાગમાં ઉમેરવામાં આવશે.
વધુમાં, ઓફરનો મહત્તમ 15% ભાગ બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેમાંથી (અ) આવા ભાગનો એક તૃતીયાંશ ભાગ રૂ. બે લાખથી વધુ અને રૂ. દસ લાખ સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે; અને (બ) આવા ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. દસ લાખથી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે,
એ શરતે કે આવી પેટા-શ્રેણીઓમાંના કોઈપણમાંથી અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સની અન્ય પેટા-શ્રેણીમાં અરજદારોને ફાળવવામાં આવી શકે અને ઓફરનો મહત્તમ 35% ભાગ SEBI ICDR Regulations અનુસાર રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જો વાજબી બિડ ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થઈ હશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) એ તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સની (UPI બિડર્સના કિસ્સામાં UPI ID સહિત) વિગતો પૂરી પાડતી બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જો લાગુ હોય,
જેમાં ઓફરમાં ભાગ લેવા માટે અનુરૂપ બિડની રકમ SCSB દ્વારા અથવા લાગુ પડતી UPI મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે, RHP ના પાના નંબર 403 પર “ઓફર પ્રોસીજર” જુઓ.
આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.