Western Times News

Gujarati News

ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ ૬૧ વર્ષની ઉંમરે દુલ્હા બનશે

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ હવે ટૂંક સમયમાં લગ્ન જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, તેઓ શુક્રવારે કોલકાતામાં તેમના નિવાસસ્થાને એક સાદા સમારંભમાં લગ્ન કરશે.

રિંકુ મજુમદાર તેની દુલ્હન બનવા જઈ રહી છે. તે ભાજપના સભ્ય પણ છે. રસપ્રદ વાત એ છે કે, આ લગ્ન દિલીપ ઘોષના અંગત જીવનમાં મોટો ફેરફાર લાવશે કારણ કે તેઓ અત્યાર સુધી અપરિણીત હતા.અહેવાલો અનુસાર, રિંકુએ જ પહેલા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, ખાસ કરીને છેલ્લી લોકસભા ચૂંટણીમાં દિલીપ ઘોષની હાર પછી આ સ્થિતિનું નિર્માણ થયું છે.

આ લગ્ન એક સાદા અને પારિવારિક વાતાવરણમાં યોજાઈ રહ્યા છે જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહેશે. હાલમાં કોઈપણ પ્રકારના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.રિંકુ મજુમદારે છૂટાછેડા લીધા છે અને એક પુત્રની માતા છે. તેમનો દીકરો હવે પુખ્ત થઈ ગયો છે અને કોલકાતાના સોલ્ટ લેકના સેક્ટર વી માં એક આઈટી કંપનીમાં કામ કરે છે.

રિંકુ તાજેતરમાં ૩ એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં જોવા મળી હતી, જેનાથી આ નવા સંબંધ વિશે અટકળો વધુ વેગ પામી હતી. આ લગ્ન દિલીપ ઘોષના અંગત જીવનમાં એક નવો અધ્યાય ખોલી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની ગયા છે.અહેવાલો અનુસાર, રિંકુ ન્યૂટાઉનમાં ભાજપ મહિલા મોરચાની નેતા છે. દિલીપ ઘોષ જ તેમને પાર્ટીમાં લાવ્યા હતા.

એવું પણ સામે આવ્યું છે કે દિલીપ ઘોષે તેની માતાના કહેવાથી લગ્ન માટે સંમતિ આપી છે. થોડા દિવસ પહેલા દિલીપ ઘોષ ઇડન ગાર્ડન્સમાં મેચ જોવા ગયા હતા. ત્યારે જ તેની પુષ્ટિ થઈ.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિંકુએ પોતે દિલીપ ઘોષની માતા પુષ્પલતા ઘોષ સાથે વાત કરી હતી અને તેમને લગ્ન માટે મનાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે દિલીપ તેની માતાને ન્યૂટાઉન સ્થિત તેના ફ્લેટમાં લાવ્યો છે. અહીં જ રિંકુએ પુષ્પલતા દેવી સાથે વાતચીત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.