રિક્ષાની નંબર પ્લેટ કાઢીને સવારે સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડીને ચોરી કરાતી
વડીલોને ટાર્ગેટ કરી ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ ગઈ, નવ ગુનાનો ભેદ ઉકેલાયો
(એજન્સી)અમદાવાદ, બે મહીનાથી અમદાવાદમાં સવારના સુમારે રીક્ષાની રાહ જઈ રહેલા વડીલો જયારે રીક્ષામાં પોતાની ગંતવ્ય સ્થાને પહોચે ત્યારે તેમના દાગીના કે વસ્તુ ચોરાઈ જતી હોવાની ફરીયાદો વધી હતી. ક્રાઈમ બ્રાંચે આ બાબતોને ગંભીરતાથી લઈને માત્ર વડીલોને ટાર્ગેટ કરતી એક મહીલા સહીતની ત્રિપુટીને ઝડપી લીધી હતી. છે.
આત્રિપુટી રીક્ષાની નંબર પ્લેટ કાઢીને સવારે જ માત્ર સીનીયર સીટીઝનનો રીક્ષામાં બેસાડતી અને તેમના દાગીના ચોરી લેતી હતી. વડીલોને વિશ્વાસ બેસે માટે પાછળની સીટમાં એક મહીલા અને પુરુષ મુસાફર સ્વાંગમાં જ બેઠા હોય વડીલ રીક્ષામાં બેસે કે મહીલા કારીગગરી કરી લેતી. ક્રાઈમ બ્રાંચે આ ત્રિપુટીને ઝડપીને કુલ ૯ ગુનાનો ભેદ ઉકેલ્યા છે.
સીનીયર સીટીઝનને ટાર્ગેટ કરતી ગેગની ફરીયાદોને લઈને ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેકટર જે.કે. મકવાણાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન ચોકકસ રીક્ષામાં જ આવી ઘટના બનતી હોવાનું જણાતા પોલીસે તલાશ આદરી પોલીસે સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતાં આ રીક્ષા ગીતામંદીર મજુર ગામ પાસેથી પકડાઈ, પોલીસે રીક્ષામાંથી સલમાનના આશા અને વિક્રરમને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી પોલીસે સોનાના દાગીના પણ કબજે લીધા હતા.પ્રાથમીક પુછપરછમાં આ ત્રિપુટીએ એવી કબુલાત કરી હતી. કે તેઓ મહેમદાવાદથી રીક્ષા લઈને વહેલી સવારે અમદાવાદ આવી જતા. ઓછી અવરજવરવાળા વિસ્તારોમાં તેઓ સવારે એકલ-દોકલ સીનીયર સીટીઝન મુસાફરોને રીક્ષામાં બેસાડતા હતા.
તેમને જયાં પહોચવું હોય ત્યાં પહોચાડતી વખતે પાછળની સીટમાં બેસેલા વિક્રમ અને આશા પૈકી આશા વડીલોના દાગીના કાપી લેતી અથવા તેમની બેગમાંથી ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આ ત્રિપુટીની પુછપરછમાં ૯ ગુનાના ભેદ ઉકેલાયા છે. અગાઉ પણ તેઓ જુદાજુદા ગુનામાં પોલીસના હાથે ઝડપાયા છે.