Nikki Yadav કેસનો સનસનીખેજ ખુલાસો
ઈજ્જર,
Sensational disclosure of Nikki Yadav case
નિક્કી યાદવ કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. એક ન્યૂઝ એજન્સીએ દિલ્હી પોલીસના સૂત્રોએ આપેલી માહિતીના આધારે જણાવ્યું હતું તે, આરોપી સાહિલ ગેહલોત અને નિક્કી યાદવે ઓક્ટોબર ૨૦૨૦માં જ નોઈડાના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
આ વાતથી સાહિલનો પરિવાર નાખુશ હતો. તેથી તેમણે સાહિલ પર દબાણ બનાવ્યું હતું અને નિક્કીની હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે શુક્રવારે સાહિલના પિતા વિરેન્દ્ર, બે પિતરાઈ ભાઈ આશીષ અને નવીન સિવાય બે મિત્ર અમર અને લોકેશની ધરપકડ કરી હતી.
હત્યામાં મદદ, પુરાવા સાથે છેડછાડ તેમજ ષડયંત્ર રચવાના આરોપમાં પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી. લોકેશ અને અમરે સાહિલના લગ્ન બાદ તેના ભાગવાની અને પોલીસના ઘરે આવવા સંબંધિત જાણકારી આપી હતી. દિલ્હી પોલીસને કાશ્મીરી ગેટ પાસેથી એક મહત્વપૂર્ણ સીસીટીવી મળ્યા છે.
જેમાં નિક્કી અને સાહિલ કારમાં જાેવા મળ્યા. ફૂટેજમાં ૧૦ ફેબ્રુઆરીની સવારે નિક્કીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ રિમાન્ડ દરમિયાન હત્યા ૧૦ ફેબ્રુઆરીની સવારે ૯થી ૧૦ વાગ્યાની વચ્ચે કરી હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં અત્યારસુધીમાં તે રૂટ પર રહેલા ૩૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે.
તેનાથી ખુલાસો થયો છે કે, સાહિલ નિક્કીના ઘરે ૧૦ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યે પહોંચ્યો હતો. પોતાના ઢાબા પર રહેલા ફ્રિજમાં લાશ રાખીને સાહિલ સાંજે ઘરે પરત ફર્યો હતો અને ત્યારબાદ તેના લગ્ન થયા હતા.
સાહિલ અને નિક્કીએ પહેલા ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તેની ટિકિટ ન મળતાં બંનેએ દિલ્હીના નજીકના સ્થળે ફરવા જવાનું નક્કી કર્યું હતું.
જ્યાં આગળ જતાં કાશ્મીરી ગેટ પાસે બંનેનો ઝઘડો થયો હતો અને આ દરમિયાન સાહિલ પર પરિવારનો વારંવાર ફોન આવી રહ્યો હોવાથી તે હિંસક બન્યો હતો. તેણે બાદમાં મોબાઈલના ચાર્જરના તારથી નિક્કીનું દળુ દબાવી દીધું હતું. ત્યારબાદ તેણે તેના ફોનનો ડેટા પણ ડિલિટ કરી નાખ્યો હતો. શુક્રવારે પોલીસ સાહિલને લઈને નિક્કીના ઘરે ગઈ હતી અને ત્યાંથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
હરિયાણાના ઈજ્જર જિલ્લાના ખેડી ખુમાર ગામમાં રહેતી નિક્કી યાદવ ૨૦૧૮માં ડોક્ટર બનવાના સપના સાથે દિલ્હી ગઈ હતી. અહીંયા તે કોચિંગ ક્લાસમાં બસ દ્વારા જતી હતી. બસમાં તેની મુલાકાત સાહિલ સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
તેઓ ગ્રેટર નોઈડામાં લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા અને ઘણી જગ્યાએ સાથે ફરવા માટે પણ ગયા હતા. લોકડાઉનમાં સાહિલ ઘરે ગયો ત્યારે પરિવારે તેનું સગપણ નક્કી કરી દીધું હતું. આ વાતની જાણ નિક્કીને થઈ તો તે ભાંગી પડી હતી અને સાહિલને સમજાવ્યો હતો. ત્યારબાદ તેમણે ગોવા ભાગી જવાનું નક્કી કર્યું હતું અને થોડા દિવસો બાદ હત્યાકાંડ સામે આવ્યો હતો.SS1MS