Western Times News

Gujarati News

સપ્તાહનો પહેલો દિવસ શેર બજારને ફળ્યો, રોકાણકારો ૧.૫૦ લાખ કરોડ કમાયા

સેન્સેક્સ ૫૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૯૭૩ પોઈન્ટ પર બંધ થયો હતો ઃ નિફ્ટી ૧૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫,૧૨૭ પોઈન્ટ પર બંધ

(એજન્સી)મુંબઈ, સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ શુભ રહ્યું છે. આજના સેશનમાં સેન્સેક્સ ૮૨૦૦૦ અને નિફ્ટી ૨૫૦૦૦નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી. બજાર બંધ થતાં મ્જીઈ સેન્સેક્સ ૫૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૯૭૩ પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫,૧૨૭ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ શેર ઉછાળા સાથે અને ૧૦ નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૪ વધ્યા અને ૧૫ નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં ટેક મહિન્દ્રા ૨.૯૩ ટકા, એચડીએફસી બેન્ક ૨.૨૯ ટકા, એલએન્ડટી ૧.૮૯ ટકા, આઇટીસી ૧.૭૮ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૩ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૫૫ ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મારુતિ સુઝુકી ૧.૮૧ ટકા, ટાટા સ્ટીલ ૧.૪૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૧૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૭ ટકા, નેસ્લે ૦.૩૯ ટકા, એક્સિસ બેન્ક ૦.૩૬ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આજના કારોબારમાં બેન્કીંગ આઈટી શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીનો બેન્કિંગ ઈન્ડેક્સ ૧.૨૬ ટકા અથવા ૬૪૪ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૫૩૭ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઘટતા શેરોમાં મેટલ્સ, મીડિયા અને કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આજના કારોબારમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે.

શેરબજારમાં આવેલી તેજીને કારણે લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઉછાળા સાથે બંધ થયું છે. મ્જીઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪૬૩.૭૬ લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. ૪૬૨.૨૭ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ૧.૪૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ ૩૯૩૩ Âસ્ક્રપ્સ પૈકી ૧૯૫૭ સુધારા તરફી અને ૧૮૦૧ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. ૨૦૫ શેર્સ વર્ષની નવી ટોચે અને ૨૧ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. ૩૧૬ શેર્સમાં અપર સર્કિટ અને ૧૬૮ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી નોંધાવી હોવા છતાં તેની અસર હવે બજાર પર જોવા મળી રહી નથી. જેની પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંં)ની મજબૂત ખરીદી છે.

રોકાણકારો હવે જારી થનારા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો અંગે સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે. એફઆઈઆઈએ આ મહિને અત્યારસુધીમાં કુલ રૂ. ૫૮૩૯૪.૫૬ કરોડની નેટ વેચવાલી નોંધાવી છે, જેની સામે ડીઆઈઆઈએ રૂ. ૫૭૭૯૨.૨૦ કરોડની મજબૂત લેવાલીનો ટેકો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.