Western Times News

Gujarati News

માર્કેટ ખુલતા સન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ગગડયા

મુંબઇ, વૈશ્વિક બજારમાં જાેવા મળેલા મોટા કડાકાના પગલે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં કોહરામ મચી ગયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ગગડી ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ ૧,૨૧૦.૬૨ પોઈન્ટ તૂટીને ૫૭૬૨૩.૨૫ ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૩૬૧.૫૦ ના કડાકા સાથે ૧૭૧૯૭.૪૦ના સ્તરે ખુલ્યો.

અત્રે જણાવવાનું કે સતત વધતી મોંઘવારી પર ફેડ ચેરમેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સમય લાગશે. મોંઘવારી વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. તેમણે આવનારા સમયમાં વ્યાજદરમાં પણ વધારાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે થોડા સમય માટે પોલીસી  Restrictive રહી શકે છે. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હાલ ટોપ ફાઈવમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, હિન્દાલ્કોના શેર જાેવા મળી રહ્યા છે.

જ્યારે સેન્સેક્સમાં ટોપ ફાઈવ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રોના શેર જાેવા મળે છે. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બ્રિટાનિયા, નેસ્લે, એચયુએલ, એપોલો હોસ્પિટલના શેર જાેવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એચયુએલ અને નેસ્લેના શેર હાલ જાેવા મળી રહ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.