Sensex ૪૪.૪૨ પોઈન્ટ વધીને બંધ, Nifty ૧૮૦૦૦ના પોઈન્ટને પાર
મુંબઈ, ગુરુવારે સ્થાનિક શેરબજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૪૪.૪૨ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૬૧,૩૧૯.૫૧ પોઈન્ટ પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ૨૦ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકાના વધારા સાથે ૧૮,૦૩૫.૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સ્પાઇસજેટ લિમિટેડનો શેર ૧૧.૬૧ ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. ગુરુવારે ઓએનજીસીએ નિફ્ટીમાં સૌથી વધુ ૫.૬૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો. એ જ રીતે ટેક મહિન્દ્રાનો શેર ૫.૨૪ ટકા વધીને બંધ રહ્યો હતો.
સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો આઈટી, મેટલ અને રિયલ એસ્ટેટ ૧-૧ ટકાના વધારા સાથે બંધ થયા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં પણ લગભગ એક-એક ટકાનો વધારો જાેવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો ૮૨.૭૧ પર બંધ રહ્યો હતો. પાછલા સત્રમાં તે રૂ.૮૨.૮૦ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં ટેક મહિન્દ્રાનો શેર સૌથી વધુ ૫.૫૮ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે નેસ્લે ઈન્ડિયાનો શેર ૧.૬૪ ટકા અને ટાટા સ્ટીલનો શેર ૧.૫૦ ટકા વધીને બંધ થયો હતો. એ જ રીતે એનટીપીસી, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, ઈન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ ), લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી), સન ફાર્મા, આઈટીસી અને પાવરગ્રીડના શેર લીલા રંગમાં બંધ થયા હતા.ગુરુવારે સેન્સેક્સ પર હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો શેર ૦.૮૬ ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો હતો. એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. એ જ રીતે મારુતિ, ભારતી એરટેલ અને એસબીઆઈના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા હતા.SS2.PG