Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૩૭૨, નિફ્ટીમાં ૧૩૯ પોઈન્ટનો વધારો નોંધાયો

મુંબઈ, શેરબજારનો કારોબાર ગુરુવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ ૩૭૨ પોઈન્ટ ઉછળીને ૭૨૪૧૦ ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી ૧૩૯ પોઈન્ટ વધીને ૨૧૭૯૩ પોઈન્ટ ના સ્તર પર બંધ થયો છે.

ગુરુવારે, કોલ ઈન્ડિયા લિમિટેડના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. ૩૮૦ના સ્તરને પાર કરી ગયો હતો, જ્યારે એનટીપીસીના શેરમાં ત્રણ ટકા અને મહિન્દ્રાના શેરમાં ૨.૫૯ ટકાનો વધારો નોંધાયો હતો.

ભારત પેટ્રોલિયમનો શેર રૂ. ૪૬૬ની સપાટી વટાવીને ૨.૫૪ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. શેરબજારના નિષ્ણાત સંજીવ ભસીને કહ્યું છે કે શેરબજારની વર્તમાન મુવમેન્ટમાં બહાદુર બનવાની જરૂર નથી અને રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યા પછી બજારમાં નબળાઈની રાહ જાેવી જાેઈએ.

ગુરુવારે શેરબજારમાં ફરી એકવાર બમ્પર ઉછાળો નોંધાયો હતો અને બીએસઈસેન્સેક્સ ૭૨૫૦૦ની સપાટીને સ્પર્શી ગયો હતો. દિવસના કારોબારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૧૭૭૦ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કામકાજ કરતી કંપનીઓમાંથી ૩૮ના શેરમાં તેજી જાેવા મળી રહી હતી, એક શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો જ્યારે ૧૧ શેર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સમાં વધારો દર્શાવતી કંપનીઓ વિશે વાત કરીએ તો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, પાવર ગ્રીડ, નેસ્લે, ટાટા મોટર્સ, આઈટીસી, ભારતી એરટેલના શેરો જંગી વોલ્યુમ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ગુરુવારના ટ્રેડિંગમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં નબળાઈ જાેવા મળી હતી, જ્યારે નિફ્ટી બેન્ક, બીએસઈ સ્મોલ કેપ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં વધારો જાેવા મળ્યો હતો. ગુરુવારના ટ્રેડિંગમાં જે શેરોમાં નબળાઈ જાેવા મળી હતી તેમાં લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી અને અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

શેરબજારમાં મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કામધેનુ લિમિટેડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, યુનિપાર્ટ્‌સ ઈન્ડિયા અને દેવયાની ઈન્ટરનેશનલના શેરમાં વધારો થયો હતો જ્યારે જિયો ફાઈનાન્શિયલ, સ્ટોવ ક્રાફ્ટ, પટેલ એન્જિનિયરિંગ, ઓમ ઈન્ફ્રા અને બ્રાન્ડ કોન્સેપ્ટમાં વધારો થયો હતો.

શેર નબળાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે શેરબજારમાં ગૌતમ અદાણી ગ્રૂપની બે કંપનીઓના શેરમાં નજીવો વધારો જાેવા મળ્યો હતો, જ્યારે બાકીની સાત કંપનીઓ ખોટમાં કામ કરી રહી હતી. એસીસીલિમિટેડ અને અદાણી પાવરના શેરમાં નજીવો વધારો નોંધાઈ રહ્યો હતો, અદાણી એનર્જી સોલ્યુશનના શેર ત્રણ ટકાની નબળાઈ સાથે રૂ. ૧૦૨૫ના સ્તરે કામ કરી રહ્યા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.