સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ વધ્યો, નિફ્ટી ૧૭૩૦૦ને પાર

મુંબઇ, વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરી. ચોતરફ ખરીદીને કારણે બજારને તેજી મળી છે. બેંક, ઓટો, આઈટી, મેટલ સહિત તમામ સેક્ટરમાં જબરદસ્ત ખરીદી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ૨.૨૨%, નિફ્ટી આઈટી ૨.૨૪% વધ્યો છે.
સેન્સેક્સ ૧,૦૮૭ પોઈન્ટ વધીને ૫૮,૩૨૨ પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ ૩૦૮ પોઈન્ટના વધારા સાથે ૧૭૩૨૨ના સ્તરે શરૂઆત કરી હતી. નિફ્ટીના ૫૦માંથી ૫૦ શેર લીલા નિશાનમાં છે. બીજી તરફ ઈન્ફોસિસે સારા ઊ૨ પરિણામો પછી જબરદસ્ત વેગ મેળવ્યો છે.
ટ્રેડિંગ દરમિયાન શેર ૪% સુધી વધ્યો. તમને જણાવી દઈએ કે ગુરુવારે યુએસ બજારોમાં ઐતિહાસિક ઉછાળો જાેવા મળ્યો હતો.ડાઓ ૮૨૭ પોઈન્ટ ઉછળીને દિવસના ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. દ્ગટ્ઠજઙ્ઘટ્ઠૂ, જીશ્ઁ ૫૦૦ ૬ દિવસના ઘટાડા પછી ૨.૨-૨.૬% વધ્યો.HS1MS