Sensex માં ૬૦૦ અને Niftyમાં ૧૫૯ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો
મુંબઈ, આઈટી, એફએમસીજી, મેટલ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે મંગળવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઈન્ટ એટલે કે ૦.૯૯ ટકાના વધારા સાથે ૬૧,૦૩૨.૨૬ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૫૮.૯૫ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકાના વધારા સાથે ૧૭,૯૨૯.૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો પાવર અને રિયલ એસ્ટેટ સેક્ટર એક-એક ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. તે જ સમયે, આઈટી, એફએમસીજી, મેટલ એક-એક ટકા વધીને બંધ થયા છે.
બીએસઈ સેન્સેક્સ પર આઈટીસીનો શેર સૌથી વધુ ૩.૩૧ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૩૫ ટકા વધીને બંધ રહ્યો હતો. આ સિવાય બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, એક્સિસ બેંક, વિપ્રો, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, એસબીઆઈ, એચડીએફસી, ટીસીએસ અને ટાટા સ્ટીલ લીલા નિશાન સાથે બંધ થયા છે.
સેન્સેક્સ પર એનટીપીસીનો શેર સૌથી વધુ ૧.૧૦ ટકા ઘટીને બંધ થયો હતો. એ જ રીતે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૦.૮૦ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૬૬ ટકા, સન ફાર્મા ૦.૫૨ ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો નજીવો ઘટીને ૮૨.૭૬ પર બંધ થયો. પાછલા સત્રમાં તે ૮૨.૭૨ના સ્તરે બંધ રહ્યો હતો.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વિશ્વના અન્ય બજારોમાં ઉછાળાને કારણે સ્થાનિક શેરબજારો મંગળવારે તેજી સાથે બંધ થયા હતા. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો દર ૪.૭૩ ટકા હતો ત્યારે આરબીઆઈના સહનશીલતા સ્તરથી ઉપર જતા ભારતના છૂટક ફુગાવાના ડેટાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ હળવી થઈ હતી.SS2.PG