સેન્સેક્સ ૭૦૧ પોઈન્ટના ઊછાળા સાથે ઓલટાઈમ હાઈ ૭૨૦૩૮ના સ્તરે
મુંબઈ, ભારતીય શેરબજારમાં આજે જાેરદાર તેજી જાેવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ ૭૨,૦૦૦ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી ૨૧,૬૭૫ પોઈન્ટની નવી ઉંચાઈ પર પહોંચ્યું. બેંક નિફ્ટી પણ નવા ઉંચાઈને પહોંચવામાં સફળ થઈ છે. આજનો વેપાર પૂર્ણ થયા પર બીએસઈ સેન્સેક્સ ૭૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨,૦૩૮ અને એનએસઈનું નિફ્ટી ૨૦૬ પોઇન્ટના ઉછાળા સાથે ૨૧,૬૪૭ પોઈન્ટ પર બંધ થયું છે.
આજનો વેપારમાં બેન્કિંગ સ્ટોક્સમાં ખરીદીને લઈને ૬૦૦ પોઈન્ટથી વધુ ઝડપ જાેવા મળી અને બેન્ક નિફ્ટી ૪૮,૩૪૭ના નવા હાઈ પર જઈ પહોંચ્યો. બેન્ક નિફ્ટી ૧.૧૭ ટકા અથવા ૫૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮,૨૮૨ પોઈન્ટ પર બંધ થયો છે. આ સિવાય ઓટો, આઈટી, મેટલ્સઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના સ્ટોક્સમાં ઉછાળો જાેવા મળ્યો છે.
જ્યારે, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો રહ્યો. આજના વેપારમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જાેવા મળી છે. સેન્સેક્સના ૩૦ શેરમાં ૨૭ શેર તેજી સાથે અને ૩ ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરમાંથી ૪૦ શેર તેજી સાથે અને ૧૦ ઘટાડા સાથે બંધ થયા.
બુધવારે બીએસઈસેન્સેક્સ ૭૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૦૩૮ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૬૪૩ ના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ બુધવારે પહેલીવાર ૨૧૬૫૦ પોઈન્ટની સપાટી વટાવી છે જ્યારે સેન્સેક્સ ૭૨૦૦૦ની સપાટી વટાવીને નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.
ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ વચ્ચે સમગ્ર વિશ્વમાં શેરનું ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું છે, પરંતુ વૈશ્વિક બજારમાં હકારાત્મક વેપારને કારણે ભારતીય શેરબજારમાં બમ્પર વધારો નોંધાયો છે.
બુધવારે શેરબજારના કામકાજમાં સારી ગતિ નોંધાઈ હતી અને બીએસઈસેન્સેક્સ લગભગ ૭૦૧ પોઈન્ટના વધારા સાથે ૭૨૦૩૮ ના સ્તરે કામ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૧૬૪૩૫ ના સ્તરે કામ કરી રહ્યો હતો અને ૨૦૬ પોઈન્ટનો ઉછાળો નોંધાઈ રહ્યો હતો.
તેમાં. . બુધવારે નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં સારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, અલ્ટ્રાટેક અને હિન્દાલ્કોના શેરમાં ૪ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો, જ્યારે બજાજ ઓટો, ટાટા મોટર્સના શેરમાં ત્રણ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.
બુધવારે એનટીપીસી, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને બ્રિટાનિયાના શેરમાં નોંધપાત્ર નબળાઈ નોંધાઈ હતી.
શેરબજારમાં મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો આઈઆરસીટીસીના શેરમાં થોડી નબળાઈ નોંધાઈ રહી હતી જ્યારે ટાટા મોટર્સ, મુથુટ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, એચડીએફસીબેન્ક, એક્સિસ બેન્ક, દેવયાની ઈન્ટરનેશનલ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ફેડરલ બેંક અને મારુતિ સુઝુકીમાં વધારો નોંધાયો હતો.
બુધવારના કારોબારમાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર, એસબીઆઈ કાર્ડ, પતંજલિ ફૂડ્સ અને આશાનિષા ઈન્ડસ્ટ્રીઝના શેરમાં નબળાઈ નોંધાઈ હતી. બુધવારે ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી ત્રણના શેર નબળા હતા, જ્યારે એનડીટીવીઅને અદાણી ગ્રીન એનર્જીના શેર નજીવા ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
એસીસી, અંબુજા સિમેન્ટના શેરમાં આશરે ૨.૫ ટકાનો વધારો થયો હતો. અદાણી પાવર બે ટકા મજબૂત બંધ થયો હતો, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન અને અદાણી ટોટલ ગેસના શેરમાં પણ વધારો નોંધાયો હતો. SS2SS