સંવેદનશીલ અનન્યા પાંડે, ક્યારેય મારી લાગણીને છુપાવી શકતી નથી
મુંબઈ, અનન્યા હંમેશા પોતાના વિચારો અને લાગણીઓ ખુલીને વ્યક્ત કરતી રહી છે. તાજેતરમાં તેણે દિલના મામલે પહેલા ક્યારેય ન કરી હોય એવી ખુલીને વાતો કરી હતી. અનન્યાએ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનો વીડિયો પોસ્ટ કર્યાે હતો, જેમાં તેણે પ્રેમ અને હાર્ટબ્રેક વિશે વાત કરી હતી.
અનન્યાએ કહ્યું કે તે બહુ સંવેદનશીલ છે અને પોતાની લાગણીઓ ક્યારેય કોઈનાથી છુપાવી શકતી નથી. અનન્યાએ કહ્યું, “હું જેને પ્રેમ કરું છું, એ મને પ્રેમ ન કરે, પછી તે કોઈ પણ હોય તો ને બહુ દુઃખ થાય છે. મને એવું લાગે છે કે મારી પાસે લોકોને આપવા માટે અઢળક પ્રેમ છે અને હું બની શકે તેટલી પારદર્શક અને ઇમાનદાર રહેવાની કોશિશ કરું છું.
મને મારી ટીમ હંમેશા યાદ કરાવ્યા કરે છે કે બધા મારા બેસ્ટ ળેન્ડ નથી, પરંતુ મને હંમેશા લાગે છે કે તેઓ મારા મિત્રો છે.”અનન્યાએ આગળ કહ્યું, “હું એક ખુલી કિતાબ પ્રકારની વ્યક્તિ છું, તો જ્યારે લોકો કહે છે કે તારે વધારે પડતું જાહેર ન કરવું જોઈએ, એ લોકો કોઈ બીજાને કહી દેશે તો. ત્યારે દુઃખ થાય છે. હું આ વાતને ક્યારેય આવા દૃષ્ટિકોણથી જોતી જ નથી. મને લોકોમાં શ્રેષ્ઠ બાબતો જોવાની ટેવ છે.
પરંતુ હું જેને પ્રેમ કરું છું એ મને એટલો પ્રેમ નથી કરતાં ત્યારે સૌથી વધુ દુઃખ થાય છે.”અનન્યાની આ વાતો સાથેની વીડિયો વાયરલ થઈ રહી છે. જે તેના ફૅન્સને ઘણી ગમે છે, તેમને લાગે છે કે અનન્યા સાથે તેઓ પોતાની જાતને સરળતાથી જોડી શકે છે.
ઘણા લોકોએ તેની ઇમાનદારીના પણ વખાણ કર્યા હતા. તો કોઇએ તેને પોતાના જેવી જ ગણાવી હતી. જો અનન્યાની ફિલ્મની વાત કરવામાં આવે તો હવે તે લક્ષ્ય લાલવાણી સાથે એક ફિલ્મ કરવા જઈ રહી છે, જે વિવેક સોનીએ ડિરેક્ટ અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે.
આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. આ ઉપરાંત તે કરણ સિંઘ ત્યાગી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે, જે ૧૪ માર્ચ ૨૦૨૫ના દિવસે રિલીઝ થશે.