જદયુ સાથે અલગ થવાથી લોકસભાની ચૂંટણીમાં અમને કોઇ ફરક નહીં પડેઃ અમિત શાહ
નવીદિલ્હી, જદયુ સાથે ગઠબંધન તૂટવાને લઈને ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મંગળવારે સાંજે યોજાયેલી ભાજપ કોર ગ્રૂપની બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં જદયુના અલગ થવાથી અમને કોઈ ફરક પડશે નહીં. તેમણે કહ્યું કે ૩૫ બેઠકો જીતવાના લક્ષ્યને રાખીને તેઓ ચૂંટણી લડશે અને જીતશે.
આ દરમિયાન શાહે રાજ્ય સંગઠનના નેતાઓને પૂરા દિલથી એકત્ર થવા કહ્યું અને કોર ગ્રુપના તમામ નેતાઓને દરેક જિલ્લામાં પ્રવાસ શરૂ કરવા કહ્યું.
અમિત શાહે કહ્યું કે આરસીપી સિંહ વિશે નીતિશનું બહાનું ખોટું છે. શું તેમણે મને કહેવું નહોતું જાેઇતું ? મેં અને નીતિશે બે વાર વાત કરી. નીતિશે કહ્યું હતું કે અમને ૨ કેબિનેટ મંત્રીઓની જરૂર છે, એક રાજ્યસભાના સાંસદને અને એક લોકસભા સાંસદને આપવામાં આવશે.
અમે કહ્યું કે હવે ફોર્મ્યુલા હેઠળ તમામ ગઠબંધન મંત્રી પદ આપી રહ્યા છે, તેથી નીતિશે આરસીપી સિંહનું નામ આપ્યું હતું. શાહે એમ પણ કહ્યું હતું કે અમે તેમને કહ્યું હતું કે અમે વધુ વિસ્તરણમાં વધુ એક બેઠક આપી શકીએ છીએ અને નીતિશે પણ આ અંગે સહમતિ દર્શાવી હતી.
બિહારની રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. જનતા દળ યુનાઈટેડ અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું છે અને જદયુએ રાજદ સાથે મળીને બિહારમાં સરકાર બનાવી છે.
વર્ષ ૨૦૨૦માં જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે લોકોને લાગ્યું કે નીતિશ કુમારે કોઈ મજબૂરીમાં ગઠબંધન કર્યું છે. આ એટલા માટે પણ હતું કારણ કે જદયુ પાસે ભાજપના માત્ર અડધા ધારાસભ્યો હતા, તેમ છતાં નીતિશને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ હંમેશા નીતિશ પર હાવી રહ્યું છે.
ચૂંટણી વખતે પહેલા ચિરાગ પાસવાનનો મુદ્દો ઉભો થયો અને પછી આરસીપી સિંહનો. ભાજપ આરસીપી સિંહને મંત્રી તરીકે જાળવી રાખવા માંગતો હતો, પરંતુ નીતિશ કુમારે તેમને રાજ્યસભાની ટિકિટ આપી ન હતી. નીતિશને લાગવા માંડ્યું હતું કે ભાજપ બિહારમાં મહારાષ્ટ્ર જેવી રમત રમી રહી છે અને તેમની પાર્ટીને તોડવાની કોશિશ કરી રહી છે. જાે કે, ભાજપ તેમને ખાતરી આપવાનો પ્રયાસ કરતો રહ્યો કે આવું કંઈ નથી.SS1MS