સીરિયલ અનુપમામાં નહીં જાેવા મળે હવે કિંજલ?

નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત
નિધિ શાહે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તે અનુપમા શોની ટીમ સાથે જાેવા મળી રહી છે
મુંબઈ, ટીવીની ધમાકેદાર સીરિયલ અનુપમાએ લોકોના દિલ જીતવામાં કોઈ કરસ છોડી નથી. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અનુપમા સતત ટીઆરપી લિસ્ટમાં પણ સૌથી ટોપ પર છે. અનુપમામાં સતત જાેવા મળી રહેલા ટિ્વસ્ટ અને ટર્ન્સે પણ લોકોને શો સાથે બાંધી રાખ્યા છે.
ત્યારે તાજેતરમાં અનુપમાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાંથી નિધિ શાહ બહાર થઈ શકે છે. આ વચ્ચે અનુપમાની કિંજલ એટલે કે નિધિ શાહની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેને લોકોમાં ખલબલી મચાવી દીધી છે.
View this post on Instagram
આ તસવીરને લઇને માનવામાં આવી રહ્યું છે કે, નિધિ શાહે ફેન્સ સંકેત આપ્યા છે કે, તે ખરેખરમાં અનુપમાને અલવિદા કરી રહી છે. હકીકતમાં નિધિ શાહે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. જેમાં તે અનુપમા શોની ટીમ સાથે જાેવા મળી રહી છે. આ તસવીરની સાથે સાથે તેના કેપ્શન પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે.
તસવીરમાં નિધિ શાહ, સાગર પારેખ, અધિક મહેતા, મુસ્કાન બામને, અલ્પના બુચ, મદાલસા શર્મા, સુધાંશુ પાંડે અને અરવિંદ વૈદ્ય સાથે જાેવા મળી રહી છે. અનુપમામાં જલદી દેખાડવામાં આવશે કિંજલ એક પુત્રીને જન્મ આપશે. જેના કારણે આખા પરિવારમાં ખુશીની લહેર છવાઈ જશે.
જાેકે, નિધિ શાહના છોડવાના સમાચાર વચ્ચે આ પણ અટકળો શરૂ થઈ ગઈ છે કે પુત્રીને જન્મ આપ્યા બાદ કિંજલનુ મોત થઈ જશે. તેની પુત્રીને બીજુ કોઈ નહીં પરંતુ અનુપમા જ સંભાળશે. જાેકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે કંઈપણ કહેવામાં આવ્યું નથી.
તેમને જણાવી દઈએ કે, નિધિ શાહે તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પરદા પર માતા બનવા ઇચ્છતી નથી. તેનું કહેવું છે કે, એક માતાના પાત્ર માટે તે હજુ ઘણી નાની છે અને આ કારણે તે પરદા પર માતા બનવાથી દૂર ભાગી રહી છે.ss1