વેબ સિરીઝ “સ્કેમ 1992″ના ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધીની પત્ની પણ છે સ્ટાર
મુંબઈ, પ્રતિક ગાંધી એક ગુજરાતી અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. સિરીઝ સ્કેમ ૧૯૯૨ માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવા માટે તેમણે બહોળી પ્રશંસા મેળવી હતી અને ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારબાદ તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગાંધીનો જન્મ સુરતમાં ૨૮ એપ્રિલ ૧૯૮૦માં થયો છે. તેમના માતાપિતા શિક્ષક હતા.
તેમણે સુરતની વી.ડી. દેસાઈ વાડીવાલા (ભુલકા ભવન) હાઈસ્કૂલમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ થિયેટર આર્ટ્સ સાથે સંકળાયેલા હતા. ભાઈનું નામ પુનીત ગાંધી છે. તેમજ બહેનનું નામ મેધના છે. ૨૦૦૪માં મહારાષ્ટ્ર યુનિવર્સિટી, જલગાંવમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા.
૨૦૦૪ થી ૨૦૦૭ સુધી, તેમણે સતારા અને પુણેમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે કામ કર્યું. બાદમાં તેમણે જાન્યુઆરી ૨૦૦૮થી મુંબઈમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સિમેન્ટ વિભાગ)માં ૨૦૧૬ સુધી કામ કર્યું હતુ. ગાંધીજીના માતા-પિતા શિક્ષક છે.
તેણે ૨૦૦૯ માં અભિનેત્રી ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા અને તેમની પુત્રી મીરાયાનો જન્મ ૨૦૧૪ માં થયો હતો. પ્રતિક ગાંધીનો પરિવાર સાથે રહે છે અને ખુબ ખુશ પણ છે. જુલાઈ ૨૦૨૨માં, દિગ્દર્શક હંસલ મહેતાએ મહાત્મા ગાંધી પર બાયોગ્રાફિકલ વેબ સિરીઝની જાહેરાત કરી હતી જેમાં પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં હતા.
ભામિની ઓઝા જીદ્દી દિલ માને ના (2021), ઓમ મંગલમ સિંગલમ (2022) અને કથલ: અ જેકફ્રૂટ મિસ્ટ્રી (2023) માટે જાણીતી છે. તેણીએ 2009 થી પ્રતિક ગાંધી સાથે લગ્ન કર્યા છે.
પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ સારી એવી ભૂમિકા ભજવી હતી. ૨૦૧૪ બે યાર, ૨૦૧૬ રોંગ સાઈડ રાજુ, ૨૦૧૭ તમ્બૂરો, ૨૦૧૮ લવની ભવાઇ, ૨૦૧૮ વેન્ટિલેટર ,૨૦૧૯ ધુનકી, ગુજરાત ૧૧, ૨૦૨૨ લવની લવ સ્ટોરીસ્, ૨૦૨૧ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં પણ જોવા મળ્યો હતો. ગાંધી ૨૦૨૧ ની હિન્દી ફિલ્મ ભવાઈમાં દેખાયા હતા જ્યાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
View this post on Instagram
ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.તેમની હિન્દી ફિલ્મ અતિથિ ભૂતો ભવ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. ગુજરાતી ફિલ્મ વાલમ જાઓ ને (૨૦૨૨) તેની આગામી રિલીઝ હતી. તેણે હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત ૨૦૨૦ બાયોગ્રાફિકલ ડ્રામા વેબ સિરીઝ સ્કેમ ૧૯૯૨ માં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી.
હર્ષદ મહેતાનું પાત્ર ભજવવા માટે તેમણે બહોળી પ્રશંસા મેળવી છે. ગાંધીએ ગુજરાતી નાટક આ પાર કે પેલે પારમાં ભાગ જોવા મળ્યા હતા. તેણે ગુજરાતી ફિલ્મ બે યાર (૨૦૧૪)માં ભૂમિકા ભજવી હતી અને મેરે પિયા ગયે રંગૂન, હુ ચંદ્રકાંત બક્ષી અને નાટકોમાં ભૂમિકા ભજવી હતી.
મોહનના મસાલામાં તેણે એક જ દિવસે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં એકપાત્રી નાટક રજૂ કર્યું હતુ. ફિલ્મ રોંગ સાઇડ રાજુ (૨૦૧૬)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેણે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.ગુજરાતી ફિલ્મો લવ ની ભવાઈ (૨૦૧૭) અને વેન્ટિલેટર (૨૦૧૮) સારી રીતે સફળ રહી હતી.SS1MS