Western Times News

Gujarati News

મોજશોખ પૂરા કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો ઘરઘાટીએ

પ્રતિકાત્મક

સેટેલાઈટમાં ચોરી કેસમાં પૂર્વ ઘરઘાટીની ધરપકડ -આરોપી બાલકૃષ્ણ શર્મા પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો

અમદાવાદ,  અમદાવાદમાં વધુ એક વખત ઘરઘાટીએ ઘર માંથી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં પૂર્વ ઘરઘાટીએ તકનો લાભ લઈને ચોરીને અંજામ આપ્યો હતો. જાેકે સીસીટીવી ફૂટેજ ને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. Servant carried out the theft to complete the fun

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ચરણકૃપા સોસાયટીના એક સિનિયર સીટીઝનના ઘર માંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જાેકે આ સીસીટીવી ફૂટેજમાં ચોરીને અંજામ આપીને ફરાર થતા શકમંદો કેદ થયા છે. જેને પગલે મકાન માલિકે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચરણકૃપા સોસાયટીના ૧૧ નંબરના બંગલોમાં રહેતા સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી એકલા હતા.

જાે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઘરમાં ચોરીને અંજામ આપનાર કોઈ અજાણ્યા લોકો નથી પરંતુ મકાનમાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા વ્યક્તિઓ હોઈ શકે છે.

સીસીટીવી ના આધારે શકમંદ ઘરઘાટી હોવાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ કિશન મીણા દોઢ મહિના અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. આરોપી બાલકૃષ્ણ શર્મા પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ચોર ગેંગે ચોરી કરેલા રૂપિયાથી નવા કપડાં, બુટ સહિતની વસ્તુઓ ખરીદી કરી હતી. બીજી તરફ તેવો નવું બાઈક પણ ખરીદી કરવામાં હતા પણ તે પહેલાં પોલીસે તેને પકડી પાડયા હતા.

મહત્વનું છે કે આરોપી ઘરઘાટી તરીકે જ્યાં નોકરી કરતો ત્યાં જ ચોરી કરી પણ પોલીસે કલાકોમાં આરોપીઓ પાસેથી છ લાખથી વધુને રોકડ અને ચોરી કરેલા રૂપિયાથી ખરીદેલો સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે ઘરઘાટીઓ રાખતા માલિકોને પણ પોલીસે અપીલ કરી હતી કે પોલીસ વેરિફિકેશન વગર આવા ઘરઘાટીઓને ઘરમાં પ્રવેશ ન આપે. આ કેસમાં પણ પોલીસ મકાનમાલિક પર પણ જાહેરમાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

જેમાં મકાનનું રીનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી અમુક બારીઓના દરવાજા ફાઈબરથી કવર કરવામાં આવ્યા હતા જેનો લાભ લઈને ચોર ટોળકીએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. બાલકૃષ્ણ ઉપરાંત પોલીસે તેને મદદ કરનાર ઈશ્વર મીણા અને વિનોદ મીનાની પણ ધરપકડ કરી છે.

આ દરમિયાન રાત્રિના સમયે ત્રણ થી ચાર શખ્સો આવી તિજાેરીમાંથી ૧૪ લાખ રોકડા અને બેંકનાં ચેકો અને દસ્તાવેજાેની પેન ડ્રાઈવ ચોરી ફરાર થઈ ગયા હતા. જેને પોલીસે પકડી પાડયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.