ચારધામ યાત્રામાં ખાનગી પીજી રેસિડેન્ટ ડોક્ટરોની સેવા લેવાશે

અમદાવાદ, દેશમાં આગામી દિવસોમાં ચારધામની યાત્રા શરૂ થવાની છે ત્યારે નેશનલ મેડિકલ કમીશન દ્વારા આ યાત્રા દરમિયાન પ્રાઇવેટ મેડિકલ કોલેજના ડોક્ટરો સેવા આપે તેવી તાકીદ કરવામાં આવી છે.
પહેલા તબક્કામાં ૫૦ ડોક્ટરોની નિયુક્તિ કરવાની પણ આદેશ આપવામાં આવ્યો છે.ડીસ્ટ્રીક્ટ રેસીડેન્શી પ્રોગ્રામમાં પી.જી.મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ચારધામની યાત્રામાં ભાગ લેતાં શ્રધ્ધાળુઓ સામે જે પ્રકારના પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે તેને સમજીને આરોગ્યને લગતી સમસ્યાઓના ઉકેલ લાવી શકે તે માટે નેશનલ મેડિકલ કમીશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ દ્વારા પી.જી.મેડિકલના વિદ્યાર્થીઓને ખાસ સેવા માટે મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ માટે પ્રાઇવેટ કોલેજોને પણ પોતાના વિદ્યાર્થીઓની સેવા આપવા તાકીદ કરવામાં આવી છે. ચારધામની યાત્રા દરમિયાન આ ડોક્ટરો સતત સાથે રહીને શ્રધ્ધાળુઓને નડતી મુશ્કેલી અને આરોગ્ય સબંધી સેવાઓ પુરી પાડશે.
પહેલા તબક્કામાં ૫૦ ડોક્ટરોને આ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. સ્થાનિક સરકારમાં ડોક્ટરોની અછતને ધ્યાનમાં રાખીને હાલમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજો સાથે પણ આ સેવા માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.SS1MS