Western Times News

Gujarati News

તલનાં ભાવમાં તેજીને લાગી બ્રેક, એક સપ્તાહમાં સામાન્ય ઘટાડો

અમરેલી, અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કર્યું હતું. સફેદ તલ અને કાળા તલનું ઉત્પાદન સારું એવું મળી રહ્યું છે. હાલ તલના ભાવમાં આંશિક ૨૦ રૂપિયાથી ૫૦ રૂપિયા સુધીનો ઘટાડો એક સપ્તાહમાં જાેવા મળ્યો છે. સફેદ તલની બજારમાં ભાવ નરમ રહ્યા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, બજારમાં ડિમાન્ડ નથી અને આવા જ ભાવ રહેશે. કેરીયાના ટેન્ડરમાં ભારતને સારો ઓર્ડર મળે તેવી સંભાવના છે. હાલ સફેદ તલના ભાવમાં ઉપર નીચે થતો ઘટાડો જાેવા મળી રહ્યો છે.

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ સરેરાશ એક સપ્તાહમાં ૨૦૦૦ રૂપિયાથી ૨૮૬૮ રૂપિયાનો રહ્યો હતો અને જેનો એવરેજ ભાવ ૨૩૫૧ નોંધાયો હતો.

માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહમાં ૨૦૦ ક્વિન્ટલ સફેદ તલનીઆવક થઇ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૩૦૦ બોરીની તલની આવક નોંધાય છે અને તલનો ભાવ ૩,૦૦૦ થી ૩૧૦૦ રૂપિયા અને તલ ૯૯-૧ જાતના ૨૯૫૦ થી ૩૦૫૦ રૂપિયા રહ્યો છે અને નીચા ભાવમાં ૨૬૫૦ રૂપિયાથી ૨૭૦૦ રૂપિયા ભાવ રહ્યો છે. ત્યારે કાળા તળને આવક થઈ છે.

જેની સામે એવરેજ ભાવ ૨૮૫૦ થી ૩૦૦૦ રૂપિયા રહ્યો છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં તલની ૫૦૦ બોરીની આવક નોંધાય છે અને ભાવ સુપર ક્વોલિટીના ૩,૩૦૦ થી ૩,૬૦૦ નોંધાયા છે. જ્યારે ધોવાબર માલના ૨૬૦૦ રૂપિયાથી ૨,૮૦૦ ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર તલ સફેદનો ભાવ નોંધાયો છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.