Western Times News

Gujarati News

સેતુ મીડિયા દ્વારા અમદાવાદમાં “કવિસંમેલન”નું આયોજન

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા ‘સેતુ મીડિયા’ દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ “કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર”નું આયોજન કર્યું છે.

આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે.

“સંબોધન- અભિવ્યક્તિ નો અવસર” કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે. ઉલ્લેખનીય છે કે કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી આ કવિસંમેલનનું સંચાલન કરશે.

આ કાર્યક્રમમાં ફૂડ પાર્ટનર ‘વિન્ડો’, વાસ્તુ પાર્ટનર ‘મહાવિદ્યા’, સોશિયલ મીડિયા પાર્ટનર ‘ધ ફિલ્મી ફોક્સ’, ડેકોરેશન પાર્ટનર ‘ઉત્સવ ડેકોરેશન’, પ્રિન્ટિંગ પાર્ટનર ‘369  મીડિયા કન્વર્જન્સ’, કોમ્યુનિકેશન પાર્ટનર ‘કલગી ટેલિકોમ’, ડિઝાઇન પાર્ટનર ‘ડીઆર ડિઝાઇનિંગ’, હેલ્થ પાર્ટનર ‘અલ્ટીમેટ હેલ્થ’, ડિજિટલ પાર્ટનર ‘સીવિન્ડ’ અને ‘ટચ પોઇન્ટ પબ્લિશિંગ’ તથા અન્ય સપોર્ટિંગ પાર્ટનર તરીકે સક્સેસ મીડિયા એજન્સી, કવિ જગત, વી- કેર ફાઉન્ડેશન, જીઓન ઈન્ફોર્મેટિક્સ વગેરે જોડાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.