ગુજરાતના પ્રથમ “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”નું અમદાવાદમાં ઉદ્ઘાટન
અમદાવાદ, ગુજરાતના પ્રથમ “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”નું અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું. ઓપનિંગમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. સેતુ ન્યટ્રીકેર સેન્ટરના ડૉ. વિવેક નંદા અને ડૉ. રિધ્ધિ નંદાએ આયુર્વેદા ન્યુટ્રેશન કોન્સેપ્ટથી આહાર અને વિહારની સમજ આપી હતી અને ન્યુટ્રીકેર સેન્ટરમાં પંચકર્મ થેરાપીથી દર્દીની સારવામાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને ડૉ. વિવેક નંદા અને ડૉ. રિધ્ધિ નંદા દ્વારા સ્વસ્થ સમાજ બનાવવા માટે “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”ની સ્થાપના કરવામાં આવી. જેના અંર્તગત આયુર્વેદ, એલોપેથી અને પોષણનું સંયોજન કર્યુ છે.
જેમાં અત્યાર સુધી ગુજરાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ન્યુટ્રીકેર સેન્ટરમાં પંચકર્મ થેરાપી (વામન, વિવેચન, રાસ્તિ, નસ્ય, અને રક્તમોક્ષન), શીરોધારા, અભ્યંગ વગેરે જેવી ટેકનીકથી રોગો પર કાયમી કાબુ મેળવવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ફીટ ઇન્ડીયાની ઓગસ્ટ ૨૦૧૯થી શરુવાત થઇ અને “સ્ૈહૈર્જંિઅ ક છએજર” નું ગઠન કરવામાં આવ્યુ જેના અંર્તગત આર્યુવેદ, પંચકર્મ, નેચરોપથીને પ્રોત્સાહન આપવું જે આપણી સંસ્કૃતિ સાથે જાેડાયેલી અને જેનો ઉપયોગ વર્ષોથી ભારતમાં થઇ રહ્યો છે.
અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલ સત્યમ એમિનન્સ ખાતેનાં સેતુ ન્યુટ્રીકેર ક્લીનીકનું આજરોજ ભવ્ય ઓપનિંગ કરાયું.