સેવક બહેનોએ પરમહંસોને રાખડી બાંધીને કરી ઉજવણી
પોરબંદર, પરમહંસો માટેનું તીર્થ એટલે પ્રાગજીબાપાનો આશ્રમ કે જ્યાં, માનસિક રીતે દીવ્યંગોને આશરો આપવામાં આવે છે સાથે તેમને રહેવા, જમવા સહિતની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ આશ્રમ ખાતે માતૃ શકિત, દુર્ગા વાહિની અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
આ આશ્રમમાં રહેતા ૪૦ જેટલા પરમહંસોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. બહેનોએ કુમકુમનું તિલક કરી મોઢું મીઠું કરી અને કાંડે રાખડી બાંધતા પરમહંસોના ચહેરા પર ખુશી જાેવા મળી હતી. બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભલે આ ભાઈઓ માનસિકરીતે દિવ્યાંગ હોય પરંતુ, તેમનામાં પણ કયાંક ને ક્યાંક લાગણીઓ જીવિત છે. જયારે અમેં આ પરમહંસોને રાખડી બાંધી હતી ત્યારે તેમના ચહેરાનું સ્મિત એ અમારા માટે મોટી ભેટ સમાન છે.
પોરબંદરમાં પરમહંસો માટે આશ્રમ શરૂ કરનાર પ્રાગજીબાપા એક એવા સેવાભાવી વિભૂતિ હતા કે, આજે પણ શહેરના કેટલાક મંદિરમો તેમની પ્રતિમા મૂકવામાં આવી છે .
આશ્રમ ખાતે આવેલી પ્રાગજીબાપાની પ્રતિભાને બહેનોએ કુમકુમનું તિલક કરીને તેમને પણ રાખડી બાંધી હતી ત્યારબાદ અહીં રહેલા પરમહંસોને રાખડી બાંધવામાં આવી હતી. પોરબંદરમાં માતૃ શકિત, દુર્ગા વાહિની અને રાષ્ટ્રીય સેવિકા સમિતિના બહેનો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી રક્ષાબંધનના પર્વની ઉજવણી પ્રાગજીબાપાના આશ્રમ ખાતે કરવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થાની બહેનો દ્વારા પોલીસ જવાનોને પણ રાખડી બાંધવામાં હતી.SS1MS