સેવાલીયા હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરાયા
સેવાલીયા ૨૪-૦૬-૨૦૧૯, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પગાર કેન્દ્ર શાળા સેવાલીયા સ્ટેશન ખાતે હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
તા- ૨૪-૦૬-૨૦૧૯ના રોજ સવારે પે-સેન્ટર શાળા સેવાલીયા સ્ટેશન ખાતેની સ્કૂલના કુલ ૧૬ બાળકોને અને પાલી પ્રાથમિક શાળાના કુલ ૭ અને રાજુપુરા પ્રાથમિક શાળાના ૩ વિધાર્થીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વિનામુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા અગાઉ પણ કોઈપણ જાતના ભેદભાવ વગર રાહતદરે કુલ ૩૦૦૦ નંગ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
આપ્રસંગે સેવાલીયા સ્ટેશન પે-સેન્ટર શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ વાળદ, સી.આર.સી પૂજાબેન, શાળાના રજનીભાઇ પટેલ (શિક્ષક), મોહસીન વાય.વહોરા, (મેનેજિંગ ટ્રસ્ટી) તથા મોઇન વી. વહોરા (સહયોગી ) હાજર રહ્યા હતા. હર્ષદભાઈ વાળદ (આચાર્ય-સેવાલીયા સ્ટેશન)એ પ્રાસંગિક ઉદભોદનમા બાળકોને સંસ્થા દ્વારા આપવામાં આવેલ સહાયનો સદઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. અને સંસ્થાને ઈશ્વર આગામી દિવસોમાં આનાથી વધુ સારી સેવા પૂરી પાડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામા આવી હતી.
અને પ્રોગ્રામના અંતે શાળા પરિવાર તરફથી હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયાના મેનેજિંગ ટ્રસ્ટી, સભ્યો તેમજ આ કામગીરીમાં મદદરૂપ બનેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.