એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ભીષણ આગમાં સાત લોકોનાં મોત
સુરત, શહેરના સચિન GIDCમાં લાગેલી ભીષણ આગમાં ૬ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. હજી એક વ્યÂક્ત લાપતા છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના ૩૦ કલાક બાદ ૬ કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ૨૭ કામદારો દાઝ્યા હતા જ્યારે ૭ કામદારો લાપતા થયા હતા. એકતરફ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી તો બીજીતરફ લાપતા કામદારોને શોધવા NDRF, FSL તથા પોલીસની ટીમ દ્વારા સર્ચની કામગીરી ચાલી રહી હતી. સુરતમાં મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં થોડા જ કલાકોમાં સતત પાણીનો મારો કરાયા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં બુધવારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ સાત લોકો ગુમ થયાનું જાણવા મળ્યુ હતુ. આ દુર્ઘટનામાં ૨૭ કામદારો દાઝ્યા હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે બુધવારે ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના મોડી રાતે બે વાગ્યાની આસપાસ લાગી હતી. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.SS1MS