Western Times News

Gujarati News

શિયાળાનું સતાવાર આગમનઃ હવે કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજાે

ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જાેર વધશેઃઆગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે ધીમા પગલે ઠંડીનુૃ આગમન થઈ ગયુ છે. સવાર સવારમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. અમદાવાદ સહિત વડોદરા, ગાધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી સતત હિમવર્ષાને કારણેેે ગુજરાતમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા ઠંડીનેેે લઈને કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જાેર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુુ રહેશે. સાથે સાથેેે આગામી દિવસોમાં એક ડીગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના રહે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. હવામાન વિભાગના નિષ્ણાંતોના મતે પણ આ શિયાળામાં ઠંડી વધુ પડવાની શકયતાઓ છે. આમે તો ઓક્ટોબરમાં જ શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ વારંવાર થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણેે તાપમાનમાં એટલો ઘટાડો જાેવામાં આવ્યો નહોતો.

વધુમા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતર-પૂૃવના પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જેથી અમદાવાદ સહિતના અનેક જીલ્લાઓમાં લઘુતામ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં ઉતર-પૂર્વના પવાનો ફૂંકાવાના કારણે આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહતમ તાપમાન યથાવત રહેશે. નવેમ્બર માસની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને કયારેક ઠંડી લાગતી હતી.

ડબલ સિઝનનો મિશ્ર અનુભવ નગરજનો કરી રહ્યા હતા. દિવસેે ગરમી અને રાતે હળવી ઠંડક રહેતી હતી. પરંતુ હવે કાલથી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. આ વખતે રેકોર્ડબ્રેક ઠંડી પડશે એવું મનાય છે. ગુજરાતમાં ૧૮ થી ર૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂૃકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં હજુ પણ વધારે થશે.

અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયુ છે. શહેરની હવામાં ભેજનું પ્રમાણ ગઈકાલે ૩૩ ટકા હતુ તે આજે વધીને ૩૭ ટકા થઈ ગયુ હતુ. જ્યારે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ૬પ ટકા હતુ પવનની ઝડપ ગઈકાલે છ કિલોમીટર હતી તે આજે વધીને ૧૪ કિલોમીટર થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.