સેવાલિયાઃ નવરાત્રીમાં બાઈક ચોરી કરી લાવનાર બે તસ્કરો ઝડપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, સેવાલીયા વનોડા મહિ કેનાલ પાસે પેટ્રોલીંગ દરમ્યાન બે ઇસમોને ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા એસ.ઓ.જી પોલીસ સેવાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેવાલીયા વનોડા મંહિ કેનાલ પાસે બે શંકાસ્પદ ઇસમી કાળા કલરનું હીરો કંપનીનું એચએફ ડીલક્ષ મોટર સાયકલ સાથે નજરે પરતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને પૂછપરછ ધરી હતી જાે કે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે લાલ આંખ કરતા આ મોટર સાયકલ નો નંબર ય્૪૧૭૮૯૧૯૩ ચાંદનગઢ તા.શહેશ જી.પંચમહાલ ખાતેથી તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ ગરબા જાેવા માટે ગયેલ હતા તે દરમ્યાન ચોરી કરેલાનું કબુલ કર્યું હતું જેથી (૧) વિષ્ણુભાઇ હર્ષદભાઇ પરમાર રહે. નવા વનોડા કુવાવાળુ ફળીયું તા.ગળતેશ્વર જી.ખેડા (૨) વિશાલકુમાર રમેશભાઇ પરમાર રહે. ટેકરાના મુવાડા કુણી પંચાયતા તા ગળતેશ્વર જી ખેડા નાઓને ચોરીના મોટર સાયકલ કિ રૂપિયા ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.