આમોદના NH64 ઉપર રીપેર કરાયેલી ગટર પાંચ જ દિવસમાં કડડભૂસ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગર પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર પાંચ દિવસ પહેલા જ મરામત કરાયેલી ગટર સાધારણ વરસાદમાં જ કડકભૂસ થઈ જતા હાઈવે ઓથોરિટીનો ભ્રષ્ટચાર ખુલ્લો પડી ગયો હતો.જેથી લોકોમાં હાઈવે ઓથોરિટી રોષ જાેવા મળ્યો હતો.
આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર થોડા દિવસ પહેલા ખુલ્લી ગટરને કારણે ગાય ખાબકી હતી.જે બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિધ્ધ થતાં હાઇવે ઓથોરિટીએ પાંચ દિવસ પહેલા જ ખુલ્લી ગટરને બંધ કરી મરામત કરાવી હતી.
પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતાં સાધારણ વરસાદમાં જ ગટર ફરીથી કડકભૂસ બની ગઈ હતી.જેથી લોકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જાેવા મળ્યો હતો.ત્યારે હવે હાઇવે ઓથોરિટી ગુણવત્તા યુક્ત મટીરીયલથી ગટરની મરામત કરાવે તે જરૂરી બન્યું છે.