જુની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં ગટરનું કામ પંચાયત દ્વારા હાથ ધરાયું
(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર નગરમાં ઠેર ઠેર ગંદકીની ગટરો ઉભરાતી રહેતા છેલ્લા દાયકાથી ત્રસ્ત સ્થાનિકોને રાહત આપતા સમાચાર એ છે કે ગ્રામ પંચાયત દ્વારા વિજયનગર મહાવીરનગરના જુની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં ગટરનું કામ હાથ ધરવામ આવ્યું છે.જેના લીધે રહીશોને હવે ગંદકીથી છુટકારો મળવાની આશા બંધાઈ છે.આ પ્રકારે આખા નગરમાં કામ થાય એમ પ્રજાજનો ઈચ્છી રહ્યાં છે.
વિજયનગરમાં છેલ્લા એક દાયકાથી સ્થાનિકો નગરની આ આપદાથી ત્રાહિમામ પોકારીને જિલ્લા કલેકટર અને સ્થાનિક ગ્રામપંચાયતને ગામની જુદી જુદી સંસ્થાઓ દ્વારા વખતોવખત રજૂઆતો કરવામાં આવી હતી, વેપારી એસોસિએશન તેમજ જૈન સમુદાય દ્વારા પણ આ મુદ્દે અવેદનપત્રો આપવામા આવ્યા હતા. આ અખબારે પણ અનેકવાર આ લોકસમસ્યાને વાચા આપી હતી.
અંતે એક દાયકા બાદ સત્તાવાળાઓએ આજે આ કામ હાથ ધરતાં સમગ્ર પ્રજાજનોમાં આજે તો ખુશીની લહેર જાેવા મળી રહી છે પણ આ ખુશી અલ્પજીવી ના બની રહે એ રીતે નગર આંખમાં આ ગટર પાઇપ લાઈન નાખવામાં આવે અને સમગ્ર શહેરને ગંદકીના દોઝખથી છુટકારો આપવા ઘટતું કરે એવો આશાવાદ શહેરના નાગરિકો સેવી રહયા છે.