Western Times News

Gujarati News

જાહ્નવીની ફિલ્મ હોમબાઉન્ડના ફોટોગ્રાફર સામે જાતીય સતામણીના આરોપો

અમારા પ્રોજેક્ટ સાથે સંબંધ નથી તેમ કહી કરણ જોહરે હાથ ખંખેર્યા

પ્રતીક શાહ ન્યૂડ તસવીરો માગતો હોવાના તથા ગંદી ચેટના આરોપો

તાજેતરમાં હોમબાઉન્ડની ટીમ સાથે કાન ફેસ્ટિવલમાં પણ ગયો હતો

મુંબઈ,કરણ જોહરની ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના ફોટોગ્રાફર પ્રતીક શાહ સામે જાતીય સતામણીના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. પ્રતીક શાહે કેટલીય યુવતીઓ પાસે ન્યૂડ ફોટા મગાવ્યાના તથા ગંદી ચેટ કરતો હોવાના આરોપો થયા છે. આ આરોપો બાદ પ્રતીક શાહે પોતાનું ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેના તરફથી આ બાબતે હજુ સુધી કોઈ ખુલાસો કરાયો નથી. કરણ જોહરે આ વિવાદમાંથી હાથ ખંખેરી લીધા છે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા એક સ્પષ્ટતામાં જણાવાયું હતંર કે આ ધર્માના પ્રોજેક્ટ વખતે આવી કોઈ ફરિયાદો સામે આવી નથી. જાતીય સતામણી સહિતની બાબતોમાં ધર્મા બહુ કડક ધારાધોરણો ધરાવે છે. જોકે, તાજેતરમાં જ જાહ્નવી , ઈશાન ખટ્ટર સહિત ‘હોમબાઉન્ડ’ની સમગ્ર ટીમ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી ત્યારે પ્રતીક શાહ પણ આ ટીમમાં સામેલ હોવાનું કહેવાય છે.

પ્રતીક અગાઉ ઓટીટી સીરિઝ ‘જ્યુબિલી’નો પણ ફોટોગ્રાફર રહી ચૂક્યો છે. એક ફિલ્મ મેકર અભિનવ સિંગે સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ પોસ્ટસમાં પ્રતીક શાહ દ્વારા અનુચિત વ્યવહારના આરોપો મૂક્યા હતા. અભિનવના દાવા અનુસાર તે પછી અનેક મહિલાઓએ પ્રતીક શાહનો તેમને પણ ખરાબ અનુભવ થયો હોવાની વાત શેર કરી હતી. એક મહિલાએ કહ્યું હતું કે પોતે પ્રતીકનો સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યા બાદ પ્રતીકે તેની પાસે ન્યૂડ ફોટા મગાવ્યા હતા. અન્ય મહિલાઓએ પણ પ્રતીક શાહ સામેના આરોપોને સમર્થન આપતાં કહ્યું હતું કે તે ઘણીવાર મર્યાદાઓ ઓળંગી જઈ બહુ બિભત્સ વાતો કરતો હતો.ધર્માની સ્પષ્ટતામાં જણાવાયું હતું કે પ્રતીક શાહે એક ફ્રીલાન્સર તરીકે જ અમારી સાથે કામ કર્યું હતું અને ધર્મામાં તેમનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યો છે. અમારા પ્રોજેક્ટ દરમિયાન કોઈ કાસ્ટ કે ક્‰ દ્વારા પ્રતીક શાહ સામે કોઈ ફરિયાદ અમારી આંતરિક કમિટી સમક્ષ આવી નથી. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.